Site icon Revoi.in

હવાની ગુણવત્તા માટે વપરાતો શબ્દ AQI – જાણો શું છે તેનો અર્થ

Social Share

આપણે અવાર નવાર એર ક્વોલિટી ઈન્ડેક્ષ શબ્દ સાભળ્યો છે પરંતુ તે ખરેખર શું છે, અને હવાની ગુણવત્તા માટે કઈ રીતે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે,તે વાતથી આજે આપણે માહિતીગાર થઈશું ,ખરેખર પ્રદૂષણના સ્તરને જૂદી જૂદી શ્રેણીમાં રાખવામાં આવે છે જેને એક્યૂઆઈ કહી શકાય છે.

હવા પ્સ્તરદુષણનું દરેક ર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. AQI શું છે, તમે તમારા શહેરનો AQI કેવી રીતે જોઈ શકો છો અને તમારા સ્વાસ્થ્યને કયા સ્તરે જોખમ છે તે જાણો.

AQI વધવાનો અર્થ છે સ્વાસ્થ્ય માટે જોખમ વધવું

અસ્થમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવા પલ્મોનરી રોગો ધરાવતા લોકોને વાયુ પ્રદૂષણથી સૌથી વધુ જોખમ રહેલું છે.વાયુ પ્રદૂષણની સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોએ ભાગ્યે જ ઘરની બહાર નીકળવું જોઈએ જે લોકો વધુ કસરત કરે છે, કેટલાક લોકો ઓઝોન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, તેઓને વાયુ પ્રદૂષણથી પણ મોટું જોખમ હોય છે.

જાણો AQI શું છે?

AQI નું પુરુ નામ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જેનો ઉપયોગ હવામાં પ્રદૂષણની માત્રાને માપવા માટે થાય છે. આ સૂચકાંકના માપના આધારે, તે જાણી શકાય છે કે સ્થળની હવા કેટલી સ્વચ્છ છે અને તે શ્વાસ લેવા યોગ્ય છે કે નહીં.

AQI નું મૂલ્ય જેટલું ઊંચું છે, હવાના પ્રદૂષણનું સ્તર ઊંચું છે અને સ્વાસ્થ્ય માટે જોખમ ઊંચું છે. AQI માપવાનો હેતુ લોકોને વાયુ પ્રદૂષણ વિશે જાગૃત કરવાનો અને તેમના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.

જાણો એક્યૂઆઈની જૂદી જૂદી શ્રેણીઓ