Site icon Revoi.in

કુંભનો મેળો 2021 – હરીદ્વારમાં થશે આજે અંતિમ શાહી સ્નાન, પોલીસનો કડક બંદોબસ્ત

Social Share

હરીદ્વાર: કુંભના મેળામાં જે રીતે દર વર્ષ શાહી સ્નાન થાય છે તે રીતે આ વખતે પણ શાહી સ્નાન થશે. લાખોની સંખ્યામાં સાધુ-સંતો આજે હરીદ્વારમાં શાહી સ્નાન કરશે. આ બાબતે કુંભના મેળાના આઈજી પોલીસ – સંજય ગુંજ્યાલે કહ્યું કે કુંભના મેળાના અંતિમ ચરણમાં તમામ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે.

ભલ્લા કોલેજના સ્ટેડિયમમાં બનાવવામાં આવેલી અસ્થાયી કુંભ પોલીસને પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે અને જરૂરી સંદેશ પણ આપવામાં આવ્યા છે.આ બાબતે આઈજી પોલીસએ કહ્યું કે ઈતિહાસ રહ્યો છે કે કોઈને કોઈ ઘટના બને છે જે કુભ મેળાની વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરી દે છે. પણ આ વખતે તેવુ ન થાય તે માટે ઓપરેશન ક્લીન સ્વીપ ચલાવવામાં આવશે.

વધતા કોરોનાવાયરસના કેસ પણ પોલીસ પ્રશાસન માટે મોટો ચીંતાનો વિષય બની શકે છે. કારણ કે કુંભના મેળામાં કેટલી મોટી સંખ્યામાં સાધુ સંત શાહી સ્નાન માટે આવશે તેનો અંદાજ નથી પણ પણ સંખ્યા એટલી મોટી હશે તેની ગણતરી રાખવી પણ મુશ્કેલ બની શકે છે.