1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ ખાતે આરંગેત્રમનું આયોજન -કુ.અદિતી પટેલ રજૂ કરશે ભરતનાટ્યમ
અમદાવાદ ખાતે આરંગેત્રમનું આયોજન -કુ.અદિતી પટેલ રજૂ કરશે ભરતનાટ્યમ

અમદાવાદ ખાતે આરંગેત્રમનું આયોજન -કુ.અદિતી પટેલ રજૂ કરશે ભરતનાટ્યમ

0
Social Share

અમદાવાદઃ ભરતનાટ્યમના પ્રથમ સોપાન સમ આરંગેત્રમ પ્રસંગનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરુ ફાઉન્ડેશન ખાતે અલ્પેશભાઈ પટેલ અને મેઘનાબેનની સુપુત્રી કુ. અદિતી આરંગેત્રમ મારફતે રંગમંચ ઉપર પર્દાફાશ કરશે. આરંગેત્રમએ ભરતનાટ્યમ નૃત્યશૈલીનો સતત સાત વર્ષ અભ્યાસ કર્યા બાદ કરવામાં આવતું મંચનૃત્ય છે. દિક્ષાર્થી નૃત્યુ સાધના પૂરી કર્યા બાદ સ્વજનો, આત્મજનો અને કલારસિકો સમક્ષ નૃત્યુ રજૂ કરે છ અને પોતાની જાતને તથા પોતાની કલાને દેવાધીદેવ પરમ શક્તિને સમર્પિત કરે છે. જેમાં કુમારી અદિતી તેના ભરતનાટયમ નૃત્ય શૈલીના સંપૂર્ણ સાત વર્ષ તાલીમ મેળવ્યાની પદવી પ્રાપ્ત કરશે.

આ પ્રસંગ્રે મુખ્ય મહેમન તરીકે જીએસઈબી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રિન્સીપાલ શિવ આશીષ, સ્ટર્લિંગ હોસ્પિટલના વાઈસ પ્રેસીડન્ટ નમિષા ગાંધી ઉપસ્થિત રહે છે. મોસાળ પક્ષ તરફથી સ્વ.વિજયભાઈ રાવજીભાઈ પટેલ, સ્વ અરુણાબેન વિજયભાઈ પટેલ, ખુશબુભાઈ વિજયભાઈ પટેલ, સ્નેહાબેન ખુશ્બુભાઈ પટેલ, હસમુખભાઈ જશુભાઈ પટેલ, સ્વ. શકુંતલાબેન હસમુખભાઈ પટેલ, બ્રિજેશભાઈ હસમુખભાઈ પટેલ, દમયંતીબેન બ્રિજેશભાઈ પટેલ, મનીષભાઈ જગદીશભાઈ પટેલ, રશ્મિકાબેન મનીષભાઈ પટેલ, વિશ્વા અને વેદએ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કુ.અદિતીના ગુરુ શ્રીમતી પૂર્વીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહશે.

આ સાથે જ નૃત્યકલામાં એમએ કરનારા પૂર્વીબેન પટેલ વર્ષ 2005થી બોપલમાં વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ નૃત્યકલા માટેની તાલીમ આપે છે. આ આરંગેત્રમમાં કુ અદિતી સાથે સહસા પણ નૃત્ય રજૂ કરશે. મલ્લારી, પદમ, અલારીપ્પુ, કીર્તનમ, જતિશ્વરમ, શિવ પંચક્ષર સ્ત્રોત, શબ્દમ, તિલ્લાના, વર્ણમ, મંગલમ કલા કૃતિ રજૂ કરશે. વાદ્યવૃંદમાં નટુવાંગમ કલાગુરૂ શ્રીમતી પૂર્વીબેન પટેલ, કંઠય શ્રીમતી સોમ્યા એન, મૃદંગમ દિનેશકુમાર અને વાયોલિન ઉપર હેમંત સાધુ સૂર આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code