અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ 8 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી રંગેચંગે કરવાની જાહેરાત કરી છે ત્યારે હર ઘર તિરંગા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર પણ આ યાત્રામાં જોડાયું છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાય, તે માટે પોલિસ તંત્ર દ્વારા વાહન ચાલકોને ત્રિંરગા વિતરણ કર્યા હતા. કલેક્ટર કચેરી રોડ પર પોલિસ વડા શૈફાલી બારવાલ તેમજ Dysp સહિતના અધિકારીઓ જોડાયા હતા. જ્યારે મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકી ખાતે ASP, dysp, pi સહિતના અધિકારીઓ આવતા જતાં વાહન ચાલકોને ત્રિરંગા આપ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ વાહનચાલકોને ત્રિરંગા આપીને લોકોને જોડાવા માટે અપીલ કરશે