Site icon Revoi.in

સુરતમાં ખાનગી સ્કૂલની મનમાની, ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કર્યું બંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો બંધ છે. જેથી હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાને કારણે વેપાર-ધંધાને અસર થતા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સુરતમાં એક ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનું બંધ કર્યું હોવાનું જાણવા મળે છે. સ્કૂલ સંચાલકના આ નિર્ણયને પગલે વાલીઓમાં રોષ ફેલાયો છે. તેમજ વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ફરીથી શરૂ કરવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની એક ખાનગી સ્કૂલ દ્વારા ફી નહિ ભરનાર બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. શિક્ષણ બંધ થતાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડતા, વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કુલ દ્વારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે ભરવા તેઓ તૈયાર છે પરંતુ સ્કુલ સંચાલકો તેઓની મરજી મુજબની ફી માંગી રહ્યા છે. આ ઉપરાંત ટ્યુશન ફીને લઈને પણ ફીનું માળખું તેઓ લેખિતમાં આપી નથી રહ્યા. આ અંગે તેઓએ અગાઉ રજુઆતો કરી હતી પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી.

વિદ્યાર્થીઓનું ઓલનલાઈન એજ્યુકેશન શરૂ કરવા માટે વાલીઓએ માંગણી કરી હતી. તેમજ પરંતુ શાળા સંચાલકો ફીનું માળખું જાહેર કરે જેથી વાલીઓ ફી ભરી શકે. તેમ પણ કહ્યું હતું.