પાલનપુરઃ શહેરમાં આદર્શ સંકુલ ખાતે આવેલા મા અર્બુદાના ધામને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાનો રજતોત્સવ યોજાવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં વસતા 10-12 લાખ માઇભક્તોએ લાલાવાડા ખાતે પહોંચી મા અર્બુદાના યજ્ઞમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આદર્શ સંકુલ ખાતે આવેલા મા અર્બુદાના ધામને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાનો રજતોત્સવ યોજાયો હતો. રજતોત્સવ દરમિયાન યોજાયેલો સહસ્ત્રચંડી ત્રિદિવસય મહાયજ્ઞની પૂર્ણાહુતી થઇ છે. ત્રણ દિવસમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં વસતા 10-12 લાખ માઇભક્તોએ લાલાવાડા ખાતે પહોંચી મા અર્બુદાના યજ્ઞમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી. આ સાથે-સાથે 10 લાખથી વધુ લોકોએ મા અર્બુદાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો. ત્રિદિવસય યજ્ઞમાં અનેક રાજકીય નેતાઓ રાજ્યપાલ સહિત અનેક ધર્મગુરુઓએ યજ્ઞના દર્શન કર્યા હતા. યજ્ઞના અંતિમ દિવસે યજ્ઞ સ્થળ ખાતે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. યજ્ઞના અંતિમ દિવસે લાખો લોકોની હાજરીમાં યજ્ઞની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા લાલાવાડા- વી.આર.ભટોળ ઇગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે મા અર્બુદા રજત મહોત્સવ પ્રસંગ અને 108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતમાંથી આંજણા – પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને દર્શનનો લાભ લીધો હતો. યજ્ઞના સ્થળ નજીક ટ્રાફિકનો પ્રશ્ન ન સર્જાય તે માટે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયં સેવકોએ પણ સરાહનીય કામગીરી કરી હતી. પ્રસાદ બનાવવામાં બહેનોએ પણ સારી જહેમત ઉઠાવી હતી,