વડોદરાઃ શહેરના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિયમો નેવે મુકીને એક કંપનીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે CBI એ ફરિયાદ દાખલ કરી છે. કેસની વિગત મુજબ અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપી હતી. આ બંને વિસ્તાર પુરાતત્વ વિભાગની વડોદરા કચેરી અંતર્ગત આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2006 એક કંપનીએ ઓદ્યોગિક શેડના ચાર બ્લોકના પુનનિર્માણ માટે એનઓસી માટે અરજી કરી હતી. જેમાં કંપનીને બાંધકામ માટે નિયમોને નેવે મૂકી ને પુરાતત્વ ખાતાના અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો. વર્ષ 2007 માં કંપનીએ પ્રતિબંધિત વિસ્તારમાં આવતી જમીનનો કેટલોક ભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારોમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી અને અગાઉના એનઓસી અને એક્સ્ટેન્શનના સંદર્ભમાં પૂરા પાડવામાં આવેલા કાગળોની અધિકૃતતા પણ શંકાના દાયરામાં છે.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ જેની સામે ગુનોં નોંધાયો છે. જેમાં રમેશ પરમાર,રહેવાસી શાહપુર અમદાવાદ, શિવાનંદ વી રાવ, સુપરિટેન્ડિંગ આરકિયોલોજીસ્ટ,પુરાતત્વ ખાતું, રવીકુમાર ગૌતમ,એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર,પુરાતત્વ ખાતું, કનુભાઈ પટેલ, રાજેશ જોહરી,કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, પુરાતત્વ ખાતું આરીફ અલી અગરિયા,સિનિયર કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, પુરાતત્વ ખાતાનો સમાવેશ થાય છે.