Site icon Revoi.in

મંદિરના કાટમાળ પર જ બની હતી બાબરી મસ્જિદ, 53 મુસ્લિમોએ “પાતાળ”માંથી કાઢયા મંદિરના પુરાવા

Social Share

પુરાતત્વ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી. મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત કોરી આસ્થા નથી. જે પુરાતાત્વિક પુરાવાથી બાબરી મસ્જિદનો દાવો નબળો થાય છે અને જેને હાઈકોર્ટે પણ પ્રામાણિક માન્યા હતા, તેને એકઠા કરનારાઓમાં 53 મુસ્લિમો હતા. આમા સૌથી મુખ્ય નામ કે. કે. મુહમ્મદનું છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના પ્રાદેશિક નિદેશક રહેલા કે. કે. મુહમ્મદ મલયાલમમાં લખવામાં આવેલી પોતાની આત્મકથા જાનએન્ના ભારતીયનમા જણાવે છે કે 1976-77માં જ આ વાતના પુરાવા મળી ચુક્યા હતા કે બાબરી મસ્જિદ અસલમાં મંદિર છે. તેમની આત્મકથા હિંદીમાં – મૈં ભારતીય હૂં- નામથી છે. આમ તો બ્રિટિશ રાજમાં પીટર કારનેગીએ પણ લખ્યું હતું કે આ વાત સ્થાનીય રીતે પુષ્ટ થાય છે કે મુસ્લિમોના વિજય સમયે અયોધ્યામાં ત્રણ મહત્વપૂર્ણ હિંદુ મંદિર હતા. જન્મસ્થાન મંદિર, સ્વર્ગદ્વાર મંદિર અને ઠાકુર મંદિર. પહેલા મંદિર પર બાબરે મસ્જિદ બનાવી દીધી, તેના પર હજીપણ તેનું નામ અંકીત છે. બીજા મંદિરની સાથે ઔરંગઝેબે આવું જ કર્યું. ત્રીજા પર પણ બાદમાં મસ્જિદ બનાવવામાં આ. આ બધું ઈસ્લામના તે સિદ્ધાંતના આધારે કરવામાં આવ્યું, જેના હેઠળ તે તમામ પર ધર્મ થોપવામાં આવે છે, કે જેમને જીતી લીધા હોય. કારનેગી ફૈઝાબાદનો પહેલો બ્રિટિશ કમિશનર હતો. તેણે જ અવધનું પહેલું ગેઝેટિયર તૈયાર કર્યું હતું. કારનેગીના લખાણ પરથી સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ તે સ્થાન પર બનાવવામાં આવી હતી, જ્યાં જન્મસ્થાન છે.

જો કારનેગીના દાવાને નકારવામાં આવે છે, તો પણ ખોદકામમાં મળેલા પુરાવા વારંવાર આ સત્યને દોહરાવે છે કે બાબરી મસ્જિદ અસલમાં મંદિરના કાટમાળ પર ઉભી કરવામાં આવી હતી. મુહમ્મદ પોતાની આત્મકથામાં લખે છે કે અમને વિવાદીત સ્થાન પરથી 14 સ્તંભ મળ્યા હતા. તમામ સ્તંભોમાં ગુંબજ ખોદાયેલા હતા. આ 11મી અને 12મી સદીના મંદિરોમાં મળતા ગુંબજ જેવા હતા. ગુંબજમાં એવા 9 પ્રતીકો મળે છે, જે મંદિરોમાં મળે છે.

1976-77માં પુરાતાત્વિક અભ્યાસ માટે અયોધ્યામાં પ્રો. બીબી લાલની આગેવાનીમાં ખોદકામ થયું હતું. તે ટીમમાં પણ મુહમ્મદ હતા. મુહમ્મદ પ્રમાણે, ખોદકામ ટે જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો મસ્જિદની દીવાલોમાં મંદિરના થાંભલા સ્પષ્ટ દેખાતા હતા. મંદિરના આ સ્તંભોનું નિર્માણ બ્લેક બસાલ્ટ પથ્થરોથી કરવામાં આવ્યું હતું. સ્તંભની નીચેના ભાગમાં 11મી અને 12મી સદીના મંદિરોમાં જોવા મળનારા પૂર્ણ કળશ બનાવવામાં આવ્યા હતા. મંદિર કળામાં પૂર્ણ કળશને 8 ઐશ્વર્ય ચિન્હોમાંથી એક માનવામાં આવે છે.

એક ઈન્ટરવ્યૂમાં મોહમ્મદે કહ્યુ હતુ કે તે સમયે આ પુરાવાઓ પર એટલી વાત થઈ નથી. જ્યારે અયોધ્યાનો વિવાદ વધુ તીવ્ર બન્યો, તો તે ઉત્ખનનના રિપોર્ટને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી. તેના પછી હાઈકોર્ટના આધેશ પર એએસઆઈએ 12 માર્ચ-2003થી 7 ઓગસ્ટ-2003ની વચ્ચે રામજન્મભૂમિ પરિસરનું ખોદકામ કર્યું હતું. ખોદકામમાં કુલ 137 મજૂરો લગાવવામાં આવ્યા હતા, જેમાથી 52 મુસ્લિમો હતા.

ખોદકામ બાદ એએસઆઈએ 22 સપ્ટેમ્બર-2003ના રોજ પોતાનો 57 પૃષ્ઠોનો અહેવાલ હાઈકોર્ટને સોંપ્યો. આ પુરાવાના આધારે હાઈકોર્ટની ત્રણ જજોની ખંડપીઠે માન્યું કે વિવાદીત સ્થાનનું કેન્દ્રીય સ્થળ રામજન્મભૂમિ જ છે. ખાસ વાત એ રહી કે ત્રણ ન્યાયાધીશો ગર્ભગૃહના સવાલ પર એકમત હતા.

હેમંત શર્માએ પોતાના પુસ્તક- યુદ્ધ મેં અયોધ્યા- અને અયોધ્યા કા ચશ્મદીદ-માં આ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે. તે લખે છે કે એએસઆઈએ કુલ 90 ખાઈઓ ખોદી. આખા ક્ષેત્રને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું. તેમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ક્ષેત્ર અને ઉભરેલું પ્લેટફોર્મ સામેલ હતા. તમામ ક્ષેત્રોમાં તબક્કાવાર ખોદકામ થયું, જેમાં ઢાંચાની પ્રકૃતિ અને તેની સાંસ્કૃતિકતાનો અંદાજ લાગ્યો. જે અવશેષ મળ્યા, તેનાથી સાબિત થતું હતું કે ત્યાં 11માં સદીનું હિંદુ મંદિર હતું.

ખોદકામ દરમિયાન નિષ્પક્ષતા અને પારદર્શકતાને લઈને સવાલ ઉઠે નહીં, તેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હેમંત શર્માએ પોતાના વર્ણનમાં લખ્યું છે કે સમગ્ર ખોદકામ અને ઢાંચાના અભિલેખીકરણની આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ખોદકામ ન્યાયિક પર્યવેક્ષકો, વકીલો અને સંબંધિત પક્ષો અથવા તેમના નામિત વ્યક્તિઓની હાજરીમાં સંપન્ન થયું. ખોદકામમાં પારદર્શકતા હોય, તેના માટે તમામ ઉત્ખનિત સામગ્રી બંને પક્ષોની હાજરીમાં જ સીલ કરવામાં આવતી હતી. તેને તે દિવસે ફૈઝાબાદના કમિશનર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતા સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવતા હતા. દરરોજ આ સ્ટ્રોંગરૂમને બંધ કર્યા બાદ સીલ લગાવવામાં આવતું હતું.

એએસઆઈના રિપોર્ટમાં ખોદકામ દરમિયાન જણાવવામાં આવ્યું કે અભિલેખોના ત્રણ ભાગ પર એક સંક્ષિપ્ત ટીપ્પણી પણ છે. તેમા એક નાગરીમાં અને બે અરબીમાં હતી. અરબી અભિલેખમાં એક 16મી સદીની નસ્ખ શૈલીમાં હતો. તેમા કુરાનની એક આયાત અંકીત હતી. બીજા અરબ અભિલેખ પણ 16મી સદીની શરૂઆતની શૈલીમાં હતો. તેમા અલ્લાહ શબ્દ અંકીત હતો. એએસઆઈ પ્રમાણે, નાગરીના પાંચ વર્ણોવાળો અભિલેખ 11મી સદીનો હતો. મુહમ્મદે જણાવ્યુ છે કે વિવાદીત ઢાંચાના વિધ્વંસ બાદ કાટમાળમાંથી વિષ્ણુ હરિશિલા પટલ મળ્યું હતું. તેમાં 11મી અને 12મી સદીની નાગરી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખાણ છે, આ મંદિર વાલી અને દશ માથાવાળા  (રાવણ)ને મારનારા વિષ્ણુ(શ્રીરામ વિષ્ણુનો અવતાર છે)ને સમર્પિત કરવામાં આવે છે.

દૈનિક જાગરણના એક અહેવાલ પ્રમાણે, એએસઆઈના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિવાદીત ઢાંચાની બરાબર નીચે એક મોટી સંરચના મળી છે. જે અવશેષ મળ્યા છે, તે ઢાંચાની નીચે ઉત્તર ભારતના મંદિર હોવાના સંકેત આપે છે. એટલું જ નહીં, 10મી સદી પહેલા ઉત્તર વૈદિક કાળ સુધીની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓના ખંડિત અવશેષ મળ્યા છે. આમા શુંગ કાળના ચુનાના પથ્થરની દીવાલ અને કુષાણ કાળની મોટી સંરચના સામેલ છે.

એએસઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિવાદીત ઢાંચાની નીચે મળનારી વિશાળ સંરચનામાં નકશીદાર ઈંટો, દેવતાઓની યુગલ ખંડિત મૂર્તિઓ, નક્શીદાર વાસ્તુશિલ્પ, પત્તાના ગુચ્છા, અમલકા, કપોતપાલી, દરવાજાઓના હિસ્સા, કમળની આકૃતિઓ જેવી વસ્તુઓ પણ મળી છે. વિવાદીત મસ્જિદની નીચે મળેલી ઈમારતનો આકાર 50 ગણો 30 મીટર ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ હતો. તેના 50 સ્તંભોનો આધાર મળ્યો છે. તેના કેન્દ્રબિંદુની બરાબર ઉપર વિવાદીત મસ્જિદની વચ્ચેનો ગુંબજ હતો. જ્યાં અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે અને તેને કારણે ત્યાં ખોદકામ થઈ શક્યું નથી.

ત્રણ અભિલેખ, બે અરબીમાં અને એક દેવનાગરીમાં. અરબીના બંને અભિલેખ 16મી સદીના છે. પાંચ વર્ણોનો દેવનાગરી અભિલેખ 11મી સદીનો છે. 16મી સદી બાદનો ઈતિહાસ તો ડાબેરી ઈતિહાસકારોએ ખૂબ ભણાવ્યો છે અને એ પણ કે મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી ન હતી!