આજકાલ લોકો લાંબા અને જાણકારી વાળા વીડિયો જોવા માટે યૂટ્યુબનો સહારો વધારે લેતા હોય છે. પણ આવા સમયમાં જાહેરાત જે આવે છે કે યુઝર્સને સામાન્ય રીતે પસંદ આવતી નથી. તો હવે તેમણે ચિંતા કરવાની જરૂર નથી પણ કેટલાક સ્ટેપ્સ લઈને મનોરંજન દરમિયાન આવતી એડને બંધ કરી શકે છે.
જો તમે વેબ બ્રાઉઝર પર YouTube જુઓ છો, તો તમે એડ બ્લોકરનો ઉપયોગ કરી શકો છો. એડબ્લોક ફોર યુટ્યુબ એક્સ્ટેંશનની મદદથી, તમે YouTube પર દેખાતી જાહેરાતોને સરળતાથી બ્લોક કરી શકો છો.
સારી વાત એ છે કે તમે આ એક્સટેન્શનનો ઉપયોગ કોઈપણ બ્રાઉઝર, ક્રોમ અને એજ પર કરી શકો છો. આ એક્સટેન્શન પછી તમને એડ ફ્રી યુટ્યુબ એક્સપીરિયન્સ મળશે. બીજી એક રીત છે જેની તમે મદદ લઈ શકો.
આ અંતર્ગત તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રી એડબ્લોકર બ્રાઉઝરઃ એડબ્લોક અને પ્રાઈવેટ બ્રાઉઝર ડાઉનલોડ કરવાનું રહેશે. આ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમે એડ ફ્રી યુટ્યુબ જોઈ શકો છો. આ એપ એક સરળ બ્રાઉઝર છે, જે તેના પ્લેટફોર્મ પરની તમામ જાહેરાતોને બ્લોક કરે છે. તમે અન્ય એપ્સ પણ અજમાવી શકો છો.