Site icon Revoi.in

બાળકોને EXAMની ચિંતા થાય છે? તો માતા-પિતા તરીકે આ રીતે કરો મદદ

Social Share

બાળકોને જ્યારે પણ EXAM હોય ત્યારે તેઓને એક અલગ પ્રકારની બેચેનીનો અનુભવ થતો હોય છે. આવું થવાથી તેમના રિઝલ્ટ પર પણ અસર થાય છે. આવામાં જો માતા પિતા દ્વારા તેમનું કેટલીક બાબતે ધ્યાન રાખવામાં આવે તો તેમનું ભણવામાં ધ્યાન વધી શકે છે અને ચિંતામુક્ત પણ થઈ શકે છે.

આ માટે તેમણે તેમના બાળકોના ટ્યુશન-કોચિંગ અને વ્યક્તિગત-માર્ગદર્શન તેમજ તેમના પૌષ્ટિક આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે. બાળકોને ચોકલેટનો સ્વાદ ગમે છે. તેમજ તેમાં કેટલાક એવા તત્વો જોવા મળે છે, જે બાળકોની યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક ક્ષમતામાં સુધારો કરે છે. તેમાં જોવા મળતું કેફીન બાળકના મગજને સક્રિય રાખે છે. તે રક્ત પરિભ્રમણ પણ યોગ્ય રાખે છે.

ગોળમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે, જે બાળકોની યાદશક્તિ તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમજ ગોળ મગજને ઉર્જા આપે છે અને તાજગીનો અહેસાસ કરાવે છે, તેથી પરીક્ષાના દિવસોમાં બાળકને માત્ર ગોળની ચા જ આપો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો યાદશક્તિ વધારવામાં બદામના ગુણો અજોડ છે. સદીઓથી આ માટે બદામનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર, બાળકોની યાદશક્તિ સારી રાખવા માટે, માતાઓ તેમને રાત્રે પલાળેલી બદામને છોલીને પીસીને દૂધ સાથે આપે છે. જ્યારે દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારે બદામના ગુણો અનેકગણા વધી જાય છે. આ ઉપરાંત દૂધમાં હાજર ગ્લુટાથિઓન એન્ટીઓક્સીડેન્ટ મગજને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે.