Site icon Revoi.in

શું ચીનના હેકરો રશિયાની ગુપ્ત માહિતી મેળવી રહ્યા છે? અમેરિકાની કંપનીએ કર્યો આ બાબતે ખુલાસો

Social Share

નવી દિલ્લી: અમેરિકાની કંપની સેન્ટિલવન દ્વારા હાલના દિવસોમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવી વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ચીન-રશિયા વચ્ચેના સંબંધોમાં અંતર વધારી શકે છે.

અમેરિકાની આ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાની મુખ્ય જાસૂસી સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસીઝના રિપોર્ટ પરથી એક અહેવાલ બનાવવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કેવી રીતે થંડરકેટ્સ નામનું ચીનનું હેકર જૂથ રશિયાની સરકારી વેબસાઇટ્સને હેક કરે છે.

અમેરિકાની કંપની સેન્ટિલવનના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે રશિયન ફેડરલ સાઇટ્સને હેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કોડ પરથી જોઈ શકાય છે કે શંકાસ્પદ ચાઇનીઝ જાસૂસો દ્વારા તાજેતરના વર્ષોમાં એશિયાઈ સરકારોને લક્ષ્યાંક બનાવીને આ પ્રકારના હેકિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, એમ સાઇબર સિક્યોરિટીના ક્ષેત્રે અગ્રણી મીડિયા બ્રાન્ડ સાઇબરસ્કૂપે જણાવ્યું હતું.

જો કે આ બાબતે કોઈ સંદેહ નથી કે ચીન-રશિયા કેમ એકબીજાની સાથે છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકાની તાકાતને પહોંચી વળવા માટે ચીન અને રશિયાનું સાથે રહેવું જરૂરી છે. અમેરિકા આર્થિક રીતે એટલું સક્ષમ છે કે ચીન કે રશિયા એકલા હાથે તેને પહોંચી વળે તેમ નથી. એવામાં અન્ય દેશોનું પણ અમેરિકા તરફ વલણ ચીન માટે થોડી મુશ્કેલી તો રશિયા માટે અધધધ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

હેકિંગ બાબતે નિષ્ણાંતો હવે તેવા તારણ પર આવ્યા છે ક ચીનના હેકરોએ આ માટે મેઇલ-ઓ નામનું અનોખો મેલવેર વિકસાવ્યો છે. સાઇબર વિલન વિદેશી રાજ્યના હિતમાં કામ કરતાં હોય છે, પરંતુ તેમાં તે દેશ અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી પરંતુ નિર્દેશ જરૂર કરવામાં આવ્યો હતો.

રશિયા પરનો આ હુમલો અણધાર્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે સાઇબર હુમલાખોરો સ્થાનિક નેટવર્કમાં પ્રવેશીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતીની સાથે ચેડા કરીને ગુપ્ત સરકારી વિગતો મેળવે છે.

એફએસએસ (Federal Security Service)ના અહેવાલ અંગે નિષ્ણાતોની નોંધ હતી કે અગાઉ રશિયન સરકારની એજન્સીઓને સાઇબર ભાડૂતી ગુંડાઓ દ્વારા વિદેશી રાજ્યની વતી લક્ષ્યાંક બનાવવામાં આવતી હતી. સેન્ટિલવનના તારણો નિર્દેશ કરે છે અને આ બાબત એ છે કે રશિયન અને ચાઇનીઝ સરકારો એકબીજાની મહત્તમ સાઇબર જાસૂસી કરે છે.

જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવે છે કે ચીન અને રશિયા ભલે એકબીજાની સાથે હોવાનું બતાવી રહ્યા હોય પણ અમેરિકા કરતા પણ સૌથી મોટો ખતરો તે દેશોને એકબીજાથી હોઈ જ છે.