શું તમે પણ મોન્સૂન ડિપ્રેશનનો શિકાર છો, તો જાણો લક્ષણ અને બચવાની રીત
ચોમાસાની ઋતુ તેની સાથે વરસાદ અને ઠંડક લઈને આવે છે, પણ ઘણા લોકો માટે તે ખુશીની જગ્યાએ ઉદાસી અને તણાવનો સમય બની જાય છે. આને મોનસૂન ડિપ્રેશન કહેવામાં આવે છે. મોનસૂન ડિપ્રેશન એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ ઉદાસી, નિરાશા અને થાક અનુભવે છે.
ઉદાસી અને નિરાશા: સતત ઉદાસી અને હતાશા અનુભવો, જેના કારણે જીવનમાં કોઈ પણ વસ્તુમાં સુખ મળતું નથી.
થાક: સતત થાક લાગવો અને ઉર્જાનો અભાવ, જેના કારણે કોઈ કામ કરવાનું મન થતું નથી.
ઉંઘની સમસ્યાઃ વધુ પડતી ઉંઘ આવવી કે બિલકુલ ઊંઘ ના આવવી, જેના કારણે દિવસભર થાક અને આળસ અનુભવાય છે.
ભૂખમાં ફેરફારઃ વધુ પડતું ખાવું કે ભૂખ ના લાગવી, જેનાથી શરીરનું વજન વધી કે ઘટે છે.
ચીડિયાપણું: નાની નાની બાબતો પર ગુસ્સો અથવા ચીડિયો અનુભવવો, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.