- ગરોળી હોય ત્યા મોરના પિંછા રાખવા
- ફિનાઈલ છાટવાથી ગરોળી દૂર ભાગે છે
સામાન્ય રીતે દેશની મોટાભાગની યુવતીઓ ગરોળીથી ઘણી ડરતી હોય છે ,ગરોળી એવો જીવ છે કે જેને જોતાજ સૌકોઈની ચીડ આવે છે. ગરોળી પાસેથી જતી હોય તો પણ આપણો જીવ જાણે અધ્ધર થઈ જા છએ આવી સ્થિતિમાં જો તમે પણ ગરોળઈથી ડરી રહ્યા છો તો તમારા માટે ગરોળઈને દૂર ભગાવાની કેટલીક ટિપ્સ જણાવીશું,આ ઘરેલું ઉપચટારથી ગરોળી ઘરમાંછથી દૂર ભાગશે
ઈંડાના કોટલા – ઈંડું ખરીદવા માટે તમારે માત્ર 5 થી 6 રૂપિયા ખર્ચવા પડશે, ઈંડાના શેલને તે જગ્યાએ રાખો જ્યાંથી ગરોળી આવે છે અથવા જ્યાંથી તમે વારંવાર ગરોળી જુઓ છો. ત્યા રાખી દો ,ઈંડાના શેલમાંથી એક પ્રકારની ગંધ નીકળે છે, જે ગરોળીને ભગાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ડુંગળી અને લસણ -જ્યાં ગરોળી સૌથી વધુ દેખાતી હોય ત્યાં કાચી સમારેલી ડુંગળી અને લસણની એક એક કળી રાખો, આ સિવાય ડુંગળી અને લસણની કળીને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખો. ગરોળી લસણ અને ડુંગળીની તીવ્ર ગંધ સહન કરતી નથી અને ગરોળી તેમનાથી દૂર રહે છે.
મરીનો સ્પ્રે – ગરોળીને કાળા મરી અથવા તેના પાવડરથી પણ ભગાડી શકાય છે, જો કાળા મરી હોય તો તેનો પાઉડર બનાવીને તેને પાણીમાં ભેળવી દેવાનો છે, આ મિશ્રણને એક દિવસ આમ જ રહેવા દો અને તે પછી સ્પ્રે કરો. બોટલ ભરો અને છંટકાવ કરો. આ સ્પ્રે ગરોળીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે.
મોર પીંછા – મોર પીંછા પણ એક રીતે ગરોળીના દુશ્મન છે. વાસ્તવમાં, મોર ગરોળી ખાય છે અને આ જ કારણ છે કે ગરોળી મોરના પીંછાની ગંધથી દૂર ભાગી જાય છે.