શું તમે પણ ઠંડીના બહાને ચા નું વધારે પડતું સેવન કરો છો, તો હવે ચેતી જજો વધુ ચા પણ આરોગ્ય માટે હાનિકારક
શિયાળો આવતાની સાથે જ સૌકોઈને ચા ની લાત લાગી જય છે ઘણા લોકો દિવસ દરમિયાન 10 થી 12 ચા પિ જતાં હોય છે તેઓ ને લાગે છે કે ચક પીવાથી ઠંડી ઓછી લાગે છે જો કે વધુ ચા તમારા આરોગ્યને નુકશાન કરે છે ચા આપણા દિવસની શરૂઆતનો એક અમૂલ્ય ભાગ છે, પરંતુ જો તેને યોગ્ય માત્રામાં લેવામાં ન આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
કારણ કે ચામાં રહેલું કેફીન આપણા શરીરના આંતરિક અંગોને અસર કરી શકે છે, જેના કારણે ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. વધુમાં, વધુ પડતી ચા પીવાથી હૃદયરોગ વધી શકે છે, ખાસ કરીને જેમને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા છે.
જો ચા વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તે તણાવ વધારી શકે છે. તેમાં રહેલું ટેનીન દાંતને નુકસાન પહોંચાડે છે અને કેલ્શિયમની ઉણપ પણ વધી શકે છે. આ સિવાય ચાના વધુ પડતા સેવનથી પેટના રોગો પણ વધી શકે છે.
આમતો એન્ટીઓક્સીડેન્ટ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેમ છતાં જો તેને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો તે આપણા લીવરને નુકસાન પહોંચાડે છે. તેમાં હાજર એસ્ટ્રિજન્ટ આપણા પેટમાં એસિડને વધારી શકે છે, જેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
આ સહિત વધુમાં, ચામાં દૂધ અને ખાંડ કેલરી વધારી શકે છે, અને જો તે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો વજન વધવાનું જોખમ રહેલું છે. તેથી, તમારું સ્વાસ્થ્ય તમને પરવાનગી આપે તેટલી ચા પીઓ.
જો તમે થોડી ચા પીવા માંગો છો, તો તમે તમારા રોજિંદા જીવનમાં હર્બલ ટી ઉમેરી શકો છો. તમારે આજથી જ તમારી ચાની જગ્યાએ ગ્રીન ટી, તુલસીની ચા અથવા આદુની ચા લેવી જો આપણે ચાનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. તેથી, માત્રાને ધ્યાનમાં રાખીને ચા નું સેવન કરવું જોઈએ .