Site icon Revoi.in

શું તમે પણ શૂઝ-ચપ્પલના શોખીન છો, તો જાણીલો તેની પસંદગી કઈ રીતે કરવી જોઈએ

Social Share

ગરમીમાં આપખબર ણે દરેક બાબતે આપણી પોતાની કાળજી લેતા હોઈએ છીએ જો કે કેટલા ઓછા લોકોને ખબર હશે કે ગદરમીમા ખોરાક અને વસ્ત્ર બાદ યોગ્ય ચપ્પલ કે શૂઝની પણ પસંદગી કરવી હિતાવહ છે. ચપ્પલસની ખરીદી બાબતે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જેનાથી તમે ભર ગરમીમા જો ચપ્પલસ પહેરીને બહાર નીકળો તો પગને આરામ મળે તમારા પગ તડકામાં તપે નહી અને તમને પગમાં આંતડ ન પડે.

ઉનાળામાં જો શૂઝની વાત આવે તો તમે કોટનની મોજડી કે કોટનના મટરિયલના શૂઝ ખરીદી શકો જે તમને આરામ આપશે અને ગરમીથી રાહત આપશે સાથે જ વેઈટમાં હળવા હોવાથી તે તમને હાર્ડ નહી રહે .

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આપણે દરેક નાની નાની બાદદતોનું ધ્યાન રાખવું જરુરી છે તેમાં બીજી એક ખાસ બાબત છે ચપ્પલ, ગરમીમાં કમ્ફર્ટ ચપ્પલની પસંદગી કરવી જોઈએ ,કારણ કે જો ગરમીમાં તમે ટાઈટ કે હાર્ડ મટરિયલ્સના ચપ્પલ પહેરશો તો તમારા પગમાં તેના ડાઘ બેસી જવાની શક્યતાઓ છે, ખાસ ઉનાળાની ઋતુમાં આપણને ઠંડક  અને આરામદાયક પણ હોય તેવા ચપ્પલ પહેરવા જોઈએ.

ઉનાળામાં હિલ્સ ખરીદતા પહેલા આ બાબતનું ધ્યાન રાખો

હીલ્સ ખરીદતા પહેલા તમારે તમારી સ્ટાઈલ પસંદ કરવી આવશ્યક છે. જો તમે કંઈક કેઝ્યુઅલ પસંદ કરવા માંગતા હો, તો તમે સ્લાઇડ્સ લઈ શકો છો. જો તમારે કંઈક સ્ટાઈલિશ પહેરવું હોય તો તમે સોજા માટે પણ જઈ શકો છો. બીજી તરફ, જો તમે તમારી સ્ટાઈલ વિશે વિચારીને ઘરેથી જાઓ છો, તો તમને બજારમાં શૂઝ પસંદગી માટે કોઈ સમસ્યા શથે નહી.

ખાસ કરીને સોફ્ટ મટરિયલની પસંદગી કરો જેથી તમને ભર ગરમીમાં પણ પગમાં ખૂંચે નહી અને સરળતાથી ચાલી પણ શકાય, આ સાથે જ રબરના મટરિયલમાં ફૂટવેર ન ખરીદો તે ગરમ થતા સ્કિન પર બળતરા થાય છે.

ફૂટવેર પસંદ કરતી વખતે તે આરામદાયક હોય તે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ તમે સેન્ડલ ખરીદવા જાઓ ત્યારે આરામદાયક સેન્ડલ જ પસંદ કરો. કારણ કે જ્યારે તમારી પાસે આરામદાયક સેન્ડલ હશે તો જ તમે સરળતાથી ચાલી શકશો. જો તમે હાઈ હીલ્સવાળા સેન્ડલ લો છો, તો તમે સરળતાથી ચાલી શકશો નહીં. જેના કારણે તમારા પગમાં પણ દુખાવો થઈ શકે છે.