કેટલાક લોકો જ્યારે કોઈ કામ કરવા માટે નીકળતા હોય ત્યારે, અથવા મહેનત કરવા પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી. આની પાછળ ગ્રહદોષ પણ કારણ હોઈ શકે છે. જો કે આની પાછળે કેટલીક એવી સામાન્ય ભૂલો જવાબદાર હોય છે જેના કારણે આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે.
આ સમસ્યાનું નિરાકરણ એ છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. એવામાં જો આપની કુંડળીમાં રહેલ સૂર્ય નબળો હોય તો તેને શુદ્ધ ઘી, કેસર, ઘઉંથી બનેલ વસ્તુઓનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.
જો આપની કુંડળીમાં શનિ અશુભ ફળ પ્રદાન કરતો હોય તો સરસવનું તેલ, કલોંજી, કાળા તલનો દૈનિક જીવનમાં ઉપયોગ કરવો તેમજ આ વસ્તુઓનું જરૂરિયાતમંદને દાન કરવું જોઇએ. તેનાથી આપની કુંડળીમાં રહેલ શનિની અશુભ અસરો ઓછી થશે.
રાહુ-કેતુ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે જાતકે સિરકો, રાસાયણિક પદાર્થો, મીઠું વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. તેના સિવાય જળમાં જવ પ્રવાહિત કરવાથી પણ રાહુદોષમાંથી મુક્તિ મળે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની તમામ જાણકારીને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેના પર કોઈ દાવો કરવામાં આવતો નથી.