દેશમાં 5G લોન્ચ થઈ ગયું છે. તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પણ હકિકત એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી પરેશાન છે અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેટવર્ક હોવા છતાં પણ સ્લો ઇન્ટરનેટથી પરેશાન છો, તમને જણાવીએ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી.
• નેટવર્ક સેટિંગ્સ બદલો
તમારુ ઈન્ટરનેટ સ્લો ચાલે છે તો પહેલા ફોનના સેટિંગ ચેક કરો. ફોનના સેટિંગમાં નેટવર્ક સેટિંગ્સમાં જાઓ અને 5G કે Auto તરીકે નેટવર્કના પસંદગીના પ્રકારને પસંદ કરો.
• સાચો APN હોવું ખૂબ જરૂરી
નેટવર્ક સેટિંગ્સમાં એક્સેસ પોઈન્ટ નેટવર્ક (APN) સેટિંગ ચેક કરો, કેમ કે સ્પીડ માટે APN હોવું જરૂરી છે. APN સેટિંગ્સ મેનૂ પર જાઓ અને સેટિંગને ડિફોલ્ટ પર સેટ કરો.
• સોશિયલ મીડિયા એપ્સ પર નજર રાખો
ફોનમાં હાજર સોશિયલ મીડિયા પર નજર રાખો. ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સ સ્પીડ ઘટાડે છે અને વધુ ડેટા વાપરે છે. સેટિંગ્સમાં જાઓ અને ઓટો પ્લે વીડિયો બંધ કરો. ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં પણ સેટ કરો.
• રીસેટ એ છેલ્લો વિકલ્પ
જો બધું કર્યા પછી પણ તમને સ્પીડ નથી મળતી, તો ફોનના નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરો. ડિફોલ્ટ નેટવર્ક સેટિંગ્સ પર સારી ઝડપ મેળવવાની દરેક શક્યતા છે.