- નારિયેળના તેલનું કરવું જોઈએ સેવન
- શરીરની મોટી સમસ્યાઓથી આપે છે રાહત
- મોટાપા જેવી સમસ્યાઓનું છે નિરાકરણ
આજકાલના ભારે ખોરાક અને જંકફૂડના કારણે કેટલાક લોકોમાં મોટાપાની બીમારી જોવા મળતી હોય છે. લોકોને વજન વધી જવાનો ભય સતાવતો રહેતો હોય છે. લોકો આ વાતને લઈને કેટલીક વાર ચિંતામાં પણ જોવા મળતા હોય છે, તો હવે તેમણે ચિંતામુકત થઈ જવાની જરૂર છે.
પાતળા અને મોટુ કરવા માટે ડાયટ સૌથી વધારે અસરકારક હોય છે. તમારા ખાવાની રીત પ્રમાણે તમારુ શરીર બનતું હોય છે તો જો વજન વધવાની સમસ્યાથી જે લોકો પરેશાન હોય તે લોકોએ નારિયેળના તેલનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે નારિયેળના તેલનો ઉપયોગ આપણે આપણા વાળને સ્વસ્થ રાખવા માટે કરીએ છીએ. પણ જો વર્જિન કોકોનટ ઓઇલ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
દક્ષિણ ભારતમાં નારિયેળના તેલનો ઉપયોગ રસોઇ બનાવવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ખાલી પેટ સવારે એક ચમચી નારિયળ તેલનું સેવન કરવી સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી વજન પણ ઘટશે અને ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળશે. હેલ્થલાઇન અનુસાર, કોકોનટ ઓઇલમાં ફેટી એસિડનું અદ્દભુત મિશ્રણ હોય છે, જે આપણા મગજને અને હ્યદયને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સંશોધનમાં સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં પેઢીઓથી રસોઇ બનાવવામાં નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાંના લોકોના હ્યદય સ્વસ્થ હોય છે. વજન ઘટાડવા માટે મદદરૂપ. નારિયેળના તેલનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ સારી રીતે કામ કરે છે અને તેના કારણે વજન ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટ એક ચમચી નારિયેળ તેલનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.
નારિયેળના તેલમાં કેપ્રિક એસિડ, લોરિક એસિડ. કેલીપ્રિક એસિડ હોય છે, જે ઝડપથી ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. નારિયળના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે અપચાનું કારણ બનતા બેક્ટેરિયા સામે લડે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.