Site icon Revoi.in

શુ તમે તમારી કાર માટે નવુ ટાયર ખરીદી રહ્યા છો? જાણો થોડીક જરૂરી વાતો

Social Share

એક કાર ગણા બધા ભાગોની બનેલી હોય છે. તેમાં એક નાના સ્ક્રૂ થી લઈને મેટલના મોટા ટુકડા અનેન ટાયર પણ હોય છે. જ્યારે આપણે ઘણા મહત્વપૂર્ણ વાહન પાર્ટ્સની કાર્યક્ષમતાને તપાસીએ છીએ. પણ રેગ્યુલર નિરિક્ષમ દરમિયાન આપણે કેટલીક મૂળભૂત બોબતો અવગણીએ છીએ. ટાયર એ વાહનના પગ જેવા છે અને વાહનને રસ્તાની સપાટી સાથે જોડતો એકમાત્ર ભાગ છે. ઘસાઈ ગયેલું અથવા નબળી ગુણવત્તાનું ટાયર મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ટાયરની લાઈફ ઋતુ, રસ્તાની સ્થિતિ, ડ્રાઈવિંગની આદત જેવી ઘણી વસ્તુઓના આધાર પર અલગ-એલગ હોય શકે છે. જો તમને લાગે છે કે તમારા ટાયરની કાર્યક્ષમતા ખરાબ છે અને તેને બદલવાની જરૂર છે. તો તમને બતાવીએ કે એક નવા ટાયર સેટ ખરીદતા સમયે કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

• યોગ્ય ટાયર પસંદ કરો
વાહનના પરફોર્મન્સ અને સુરક્ષાને લઈને સારૂ ટાયર લેવુ જરૂરી છે. સામાન્ય રીતે ટાયરની સાઈઝ તેના સાઈડવોલ પર લખેલી હોય છે. એટલા માટે ટાયરના નવા સેટ ખરીદવા જી રહ્યા છો તો જાણકારી માટે હાજર ટાયર તપાસો. વાહનના ઓનર્સ મનુઅલ અને કાર ડોર જામ પર પણ સીઝ આપેલી હોય છે. નવા ટાયર ખરીદતા પહેલા તમારી જાણકારી માટે તેને પણ જોઈ લો.

• મેન્ટફેક્ચરિંગની તારીખ જોઈલો
નવું લાગતું ટાયર ખરીદી રહ્યા છો તો તેના પર છપાયેલી મેન્યુફેક્ચરિંગ ડેટ જરૂર તપાસો. કારના ટાયર રબરના બનેલા હોય છે જે સમય જતાં ખરી જાય છે. ખાસ કરીને ભારતીય હવામાન જેવા ગરમ વાતાવરણમાં, તેઓ વધુ ઝડપથી બગડે છે. તેથી ટાયર ખરીદતી વખતે મેન્યુફેક્ચરિંગ ડેટ તપાસવી જરૂરી છે.