Site icon Revoi.in

તમે તમારા જીવનમાં ખૂબ તણાવ અનુભવો છો? તેમાંથી છૂટકારો મેળવવા જોઈલો આ મહત્વની આ 6 ટિપ્સ

Social Share

આ ભાગદોળ વાડી લાઈફમાં કોને જીવનમાં સ્ટ્રેસ ન હોય, સ્ટ્રેશ ડિપ્રેશન કહો કે ટેન્શન આમ તો આ બધા એકબીજાના પુરક કહી શકાય,તણાવ એક સામાન્ય બાબત બની રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ તણાવ અવગણવા જેવી વાત નથી પરંતુ બીમારીઓ અને પરેશાનીઓની શરૂઆત છે.

તણાવનથી થાય છે ઘણુ નુકશાન

વધુ સ્ટ્રેસ લેવાથી માણસનું મગજ ઓછું કામ કરવા લાગે છે, સ્ટ્રેસને કારણે માનસિક અને શારીરિક બંને પ્રકારની તકલીફોનો અનુભવ થાય છે. ક્યારેક તણાવનો આ રોગ કોઈ ખતરનાક રોગને જન્મ આપે છે.

1 અસંસ્કારી વર્તનને ભૂલી જાઓ

વાસ્તવમાં આપણે આપણા જીવનને ગુલાબ જેવું બનાવવું જોઈએ, રૂમાલ જેવું નહીં, જો આપણે આપણા મનમાં લોકોના કઠોર વર્તનને આવવાનો સ્તરો બનાવતા રહીએ તો મન અને શરીર બંનેને અસર થશે.જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તો તમારા જીવનને રૂમાલ જેવું નહિ પણ ખીલેલા ગુલાબ જેવું બનાવો. તમારા જીવનને ગુલાબની પાંખડીઓની જેમ ખુશીઓથી ખીલવા દો. ઘણી વખત પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે પોતાનો સાથ નથી આપતા, તેમનું આ વર્તન આપણને વારંવાર મુશ્કેલી આપે છે.

2 હંમેશા સકારાત્મક રહો

જીવનમાં આગળ વધવા માટે, ખરાબ યાદોને ભૂલી જવું જરૂરી છે, ત્યારે તમારી આસપાસના સકારાત્મક વિચારસરણી, સારા કાર્યો અને વર્તનને સાચવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દુઃખમાં આવી યાદો તમારા હોઠ પર સ્મિત લાવે છે. તમારી આસપાસના લોકોની ટીકા કરવાને બદલે હંમેશા વખાણ કરો અને તમારી જાતને સકારાત્મક રાખો.

3 સારા પુસ્તકોનું વાંચન કરો

જ્યારે તમને લાગે છે કે તમે ખૂબ જ તણાવ અનુભવી રહ્યા છો ત્યારે સારા પુસ્તકો વાંચો હાસ્યના પુસ્તકો જેથી તમારુ મન પ્રફુલિત રહે ,ટેન્શ આવે એવી બાબતો વાતો અને વાંચનથી દૂર રહો, તમારા મનમાં હેંમેશા સારા વિરાચો લાવો

4 સારી બાબતોની ડાયરી બનાવો

દરરોજ રાત્રે સૂતા પહેલા, તમારી ડાયરીમાં એવા લોકોની વિગતો લખો જેમણે તમને દિવસ દરમિયાન મદદ કરી છે અથવા કંઈક સારું કર્યું છે અથવા તમે કંઈક સારું કર્યું છે, આ દરરોજ કરવાથી તમારા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.અને તમે ખુશ પણ રહી શકશો.

5 પોતાના પર ધ્યાન કેન્દ્રીત કરો

પરિવારના સભ્યો, મિત્રો કે અન્યો પાસેથી અપેક્ષા રાખવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખો, જીવનની નાની નાની ખુશીઓ ઉજવો. દાખલા તરીકે, નવી વાનગી બનાવવામાં, સારું ગીત ગાવામાં અથવા તમારા ઘરને સજાવવામાં તામરું મન પુરવો. તમારા શોખ પર કામ કરીને તમારી જાતને વ્યસ્ત રાખો, તેનાથી તમને એક અલગ પ્રકારની ખુશી મળશે.

6 વધારે કામ હોય તો તેને વહેચતા શીખો

ઘરનાં બધાં કામ જાતે જ કરશો તો થાકી જશો. કાર્ય પૂર્ણ ન થવા પર તમે નિરાશ થશો. ઘરના સભ્યો વચ્ચે કામની વહેંચણી કરવી વધુ સારું છે, તેનાથી ઘરના સભ્યો પણ કામ શીખી જશે અને તમે પણ કામના બોજનો તણાવ અનુભવશો નહીં.