આપણાને અવનવી બેગનો શોખ હોય છે જેમાં પણ આજકાલ રિયલ લેધર બેગનો ક્રેઝ વધ્યો છે, આપણે જાણીએ છીએ કે લેધરની બેગ ખૂબજ મોંધી હોય છે તેની કિંમત સામાન્ય બેગ કરતા 10 ગણી હોય છે જો કે ઘણી વખત આપણે લેધરના પર્સ ખરીદતી વખતે છેતરાતા હોઈએ છે,કારણ કે આપણાને ખબર પડતી નથી કે રીયલ લેધર છેકે ડૂપ્લિકેટ છે.તો આજે વાત કરીશું સાચા અને નકલી લેધરના ફર્કની ,કે તેને તમે કઈ રીતે ઓળખી શકશો.
લેધર તેની ફેગરેન્સની ઓળખાય છે.
તમને જણાવી દઈએ કે ચામડામાં એક વિચિત્ર પ્રકારની ગંધ આવતી હોય છે, જે તેની અસલિયતનો પુરાવો છે, જ્યારે નકલી બેગમાંથી પ્લાસ્ટિક અને અન્ય પ્રકારની ગંધ આવે છે, જેને તમે સરળતાથી ઓળખી શકો છો.જ્યારે પણ બેગની ખરિદીકરો ત્યારે તેની સમ્લેથી તેને ઓળખો.
લેધરની બેગની ડિઝાઈનથી પણ તે ઓળખાય છે
તમને અસલી ચામડાની બેગમાં અનેક પ્રકારની ડિઝાઇન અને પેટર્ન જોવા મળશે. તેની ઈલાસ્ટિસિટી ખૂબ સારી છે. ચામડાની બેગ મોંઘી હોય છે, જ્યારે નકલી ચામડાની બેગ બનાવવાની કિંમત ઓછી હોય છે, જેના કારણે તે બજારમાં સરળતાથી મળી રહે છે.લેધરની બેગ ઓછી જગ્.યાઓ પર મળશે તે સરળતાથી નહી મળે,સામાન્ય બેગ કરતા તેની ડિઝાઈન અલગ તરી આવે છે
રંગ પરથી ઓળખી શકાય છે રિયલ લેધર
ઘણા લોકો જાણતા નથી કે અસરકારક લેધર રંગ પણ બદલાય છે. આ માટે તમે લેધરને હળવા હાથે ઘસો, જો તે રિયલ હશે તો હળવો લાલ રંગ થઈ જશે,તેના પર લાલાશ પડતા ડાધ પણ દેખાશે. અસલી લેધર આસાનીથી વળી જાય છે, જ્યારે નકલી લેધર તમારી સરળતાથી વળતુ નથી અને વધુ બળ લગાવવાથી જ તેના રેસા બહાર આવવા લાગે છે અને તે ફાટી જાય છે.
લેધર તેની ચમકથી પણ ઓળખાય છે
ઘણા લોકો માને છે કે વાસ્તવિક લેધરની બેગમાં ઘણી ચમક હોય છે, પરંતુ એવું નથી. તમને જણાવી દઈએ કે અસલ લેધર દેખાવમાં મેટ લુક આપે છે. આ હેન્ડબેગ ચુસ્ત હોય છે, જ્યારે નકલી હેન્ડબેગમાં પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી ભેળવવામાં આવે છે, જેના કારણે તે નરમ અને ચમકદાર દેખાય છે.અસલી લેધર ઝાખુ દેખાય છે.