- ચાની ભૂકીની કઈ રીતે કરવી ઓળખ જાણો
- કેટલીક વાર ચાના નામે તમે કંઈક બીજૂ જ પી રહ્યા હોવ છો
સામાન્ય રીતે ચા એટલે દરેક ભારતીયોનું પીણું સવાર પડકાની સાથે જ આપણાને ચા પીવા જોઈએ છીે ચા વગર જાણે આપણી સવાર અઘુરી લાગે છે, જો તમે પણ ચાનો શોખીન છો તો તમારે આ વાત ચોક્કસ જાણવી જોઈએ કે ચાના બદલે તમે કઈક બીજૂ તો નથી પીતચાને ,જી હા આજકાલ ચાની ભૂકરીમાં મિલાવટ કરવામાં આવી રહી છે તો ચાલો જાણીએ કઈ રીતે તેને ઓળખી શકાય કે તે અસલી છે કે નકલી
સૌ પ્રથમ જો એવું લાગે કે આ ચા ભેળસેળ યુક છે તો તમારે સૌથી પહેલા ચપટી ચાની ભૂકી લઈને તેને હાથમાં બરાબર મસળી લેવી જોઈએ. જો આમ કરવાથી તેનો રંગ હાથમાં આવી જાય તો સમજી જજો કે ચાની ભૂકીમાં ભેળસેળ છે. તે નકલી જ છે.
ખાંડ સાથે પણ તમે આ ટેસ્ટ કરી શકો છો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક પાત્ર લો. તેમાં થોડીક ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરી તેમાં ચાની ભુકીના અમુક દાણા મિક્સ કરો. હવે થોડોક સમય રહેવા દો. આ દરમિયાન જો ચાની ભૂકી કેસરી રંગ ધારણ કરે તો સમજી જજો કે ચામાં ભેળસેળ કરવામાં આવી છે.
નકલી ચાની ભૂકી છે કે અસલી તે જાણવા માટે કલર ટેસ્ટ પણ અજમાવી શકો છો. આ માટે કાચના વાસણમાં લીંબુનો રસ નાખો. હવે આ જ્યુસમાં ચાની ભૂકીના થોડા દાણા મિક્સ કરો. જો ચા અસલી હશે, તો લીંબુનો રસ પીળો અથવા લીલો થઈ જશે. બીજી તરફ જ્યારે જ્યુસમાં નારંગી કે અન્ય કલર આવે તો સમજી લેવું કે તમારી ચાની પત્તી નકલી છે.
ચાની ભૂકીની શુદ્ધતા તપાસવા માટે તમે ઠંડા પાણીની મદદ લઈ શકો છો. આ માટે 1 ગ્લાસ ઠંડા પાણીમાં 2 ચમચી ચાની પત્તી મિક્સ કરો. ચાની ભૂકી ધીમે ધીમે તેમનો રંગ છોડી દેશે. બીજી તરફ, જો ચાની પત્તી નકલી હશે તો પાણીનો રંગ 1 મિનિટમાં બદલાઈ જશે.