શું તમને પુરતા પ્રમાણમાં ઊંઘ નથી આવતી? તો ફોલો આ સ્ટેપ્સ
કેટલાક લોકોને ટેન્શનના કારણ ઊંઘ નથી આવતી હોતી, તો કેટલાક લોકોને અન્ય કારણોસર ઊંઘ નથી આવતી હોતી, આવામાં આ સમસ્યાથી જો સૌથી મોટી તકલીફ થતી હોય તો તે એ છે કે લોકોને આગળ જતા અનેક ભયંકર બીમારીઓ થતી હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો આ સ્ટેપ્સને ફોલો કરવામાં આવશે તો સરળતાથી ઊંઘ આવી શકે છે.
સૌથી પહેલા તો સારી ઊંઘ માટે, તમારે પહેલા તમારા રૂમ અને પથારીને સાફ રાખવાની જરૂર છે. સ્વચ્છ અને સુંદર રૂમ વ્યક્તિને આપોઆપ સારી ઊંઘ આપે છે. જો તમે ઈચ્છો તો તમારા રૂમમાં લવંડર ઓઈલ અથવા લવંડર પરફ્યુમ પણ છાંટી શકો છો. ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા કેટલીક વસ્તુઓથી અંતર રાખો. ખાસ કરીને સૂવાના 1 થી 2 કલાક પહેલા ટીવી અને મોબાઈલથી અંતર રાખો. તેનાથી તમને સારી ઊંઘ આવશે.
ઊંઘ સુધારવા માટે આહાર પણ જરૂરી છે. સારી ઊંઘ માટે સારા ડાયટ ફોલો કરો. સારો ખોરાક તમને ગાઢ નિંદ્રા તરફ પણ લઈ જાય છે. રાત્રે તમે ગરમ દૂધ પીને સૂઈ જાઓ. ઉપરાંત કેફિન, જેવા કે ચા, કોફિ વગેરે સુવાના 2-3 કલાક પહેલા ન પીવો, તેનાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવશે.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.