આજના સમયમાં વજનમાં વધારો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. માત્ર ભારત જ નહીં પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં લોકો વધતા વજનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ઘણીવાર જ્યારે આપણું વજન વધી જાય છે ત્યારે તેને ઘટાડવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવીએ છીએ. કેટલાક લોકો જીમ જવાનું શરૂ કરી દે છે તો કેટલાક પોતાના ડાયટનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના વધેલા વજનને ઘટાડવા માટે દવાઓનો સહારો લેવા લાગે છે. જ્યારે તમારા શરીરમાં ચરબી જમા થવા લાગે છે, તે માત્ર ખરાબ દેખાતી નથી. સ્થૂળતાને કારણે તમને ઘણી બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.
સવારે ઉઠ્યા બાદ હૂંફાળું પાણી પીવો
જો તમારું વજન ઘણું વધી ગયું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો, તો તમારે સવારે ઉઠીને ખાલી પેટે હૂંફાળું પાણી પીવું જોઈએ. જ્યારે તમે ગરમ પાણીનું સેવન કરો છો, ત્યારે તમારું મેટાબોલિઝમ ઝડપી બને છે. એટલું જ નહીં, ગરમ પાણી પીવાથી તમારું શરીર અંદરથી સાફ થઈ જાય છે. જ્યારે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ હોય છે, ત્યારે તે તમારા વધેલા વજનને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. જો તમે ઈચ્છો તો આ નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.
વહેલા જાગવું ફાયદાકારક
જો તમે તમારા વધેલા વજનને ઓછું કરવા માંગો છો, તો તે તમે સવારે વહેલા ઉઠો. ઘરના વડીલોએ હંમેશા વહેલા સૂવા અને વહેલા જાગવા પર ભાર મુકે છે. તમે સવારે વહેલા ઉઠો છો તો ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે. આટલું જ નહીં, જો આપણે સવારે ઉઠ્યા પછી કસરત કરીએ તો તેનાથી આપણું વજન વધતું નથી. જ્યારે તમે વહેલા જાગી જાઓ છો, ત્યારે તમારું શરીર સક્રિય રહે છે અને શરીરમાં જમા થયેલી ચરબી પણ ઝડપથી ઓગળે છે.
નાસ્તો સૌથી મહત્વપૂર્ણ
જો તમે તમારા વધેલા વજનને ઓછું કરવા માંગો છો, તો તમારે સવારના નાસ્તા પર મહત્તમ ધ્યાન આપવું જોઈએ. તમારો સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર હોય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં પ્રોટીન ભરપૂર હોય. એટલું જ નહીં, તમારે તમારા આહારમાં ફાઈબર અને હેલ્ધી ફેટ્સનો પણ સમાવેશ કરવો જોઈએ. વજન ઘટાડવા માટે, તમારે તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ અને જંક તથા ખાંડની વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.