Site icon Revoi.in

શું તમે તો નથી લગાવતાને નકલી સિંદૂર? જાણો આ કેટલું ખતરનાક છે

Social Share

હિંદુ ધર્મમાં વિવાહિત મહિલાઓ અને સિંદૂરનું વિશેષ મહત્વ છે. કરવા ચોથના આ સમય દરમિયાન મહિલાઓ ઘણી ખરીદી કરતી હોય છે. પરંતુ આ દરમિયાન નકલી સિંદૂર બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે.

અસલી સિંદૂર કુદરતી રીતે બનાવવામાં આવે છે અને તેનો રંગ સમકતો લાલ અથવા નારંગી-લાલ હોય છે. નકલી સિંદૂરમાં કેમિકલ અથવા ચમક હોઈ શકે છે અને તેમાં ખતરનાક કેમિકલ હોઈ શકે છે. અથવા રંગો હોઈ શકે છે. અસલી અને નકલી સિંદૂર વચ્ચેનો તફાવત જણાવવાની કેટલીક રીતો વિશે જાણો.

રંગ: અસલી સિંદૂરમાં કુદરતી કલર હોય છે. જ્યારે નકલી સિંદૂર ખૂબ જ ચમકદાર, ગુલાબી અને ખુબ ઘાટા હોઈ શકે છે. તેને લગાવવાથી માથાના વાળ પણ ખરી શકે છે. એટલે સિંદૂર ખરીદતા પહેલા તેને હાથ પર ઘસીને ચેક કરો.

સ્મેલ (ગંધ): કુદરતી સિંદૂરમાં કોઈ તીવ્ર ગંધ હોતી નથી. તે એકદમ સામાન્ય છે. તમે ઇચ્છો તેટલું તેને લગાવી શકો છો, પરંતુ કેમિકલ સિંદૂરમાં તીવ્ર ગંધ હોય છે. જે લગાવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

સામગ્રી: અસલી સિંદૂર કમ્પીલાકા છોડ, હળદર, ફટકડી અથવા ચૂનામાંથી બનાવવામાં આવે છે. નકલી સિંદૂરમાં લીડ ઓક્સાઇડ અથવા મર્ક્યુરી સલ્ફાઇડ હોઈ શકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે માત્ર યોગ્ય બ્રાન્ડની સિંદૂર ખરીદો. નકલી સિંદૂરનો રંગ તમારા હાથમાંથી સરળતાથી દૂર કરી શકાતો નથી. કેમિકલયુક્ત સિંદૂરથી ત્વચામાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.