Site icon Revoi.in

તમારી હાઈટ ઓછી છે અને આકર્ષક લૂક જોઈએ છે? તો આ 5 ફેશન ટિપ્સને કરો ફોલો મળશે શાનદાર લૂક

Social Share

ઘણી યુવતીઓને ફરિયાદ હોય છે કે તેમની હાઈટ ઓછી છે જેને કારણે તેમને કોઈ પ્રકારના કપડા કે ફેશન શૂટ નથી થતી, જો કે આ માત્ર મનનો વહેમ છે બાકી જો તમારું ફેશન સેન્શ જોરદાર હોય તો તમે તમારા હઈટ અને વેઈટ પ્રમાણ ેકપડાની પસંદગી કરી શકો છો અને તમારા લૂકને શાનદાર બનાવી શકો છઓ તો આજે આવીજ કેટલીક ટિપ્સ તમારા માટે લઈને આવ્યા છે જે ઓછી હાઈટ હોવા છત્તા આકર્ષક લૂક આપશે,

1 હેર સ્ટાઈલ

જો તમારી હાઈટ ઓછી છે તો તમારે આકર્ષક લૂક માટે પહેલા હેર સ્ટાઈલ પર ધ્યાન આપવું જોઈએ,જે છોકરીઓની ઉંચાઈ ઓછી છે તેમણે તેમના વાળની લંબાઈ ઓછી કરી દેવી જોઈએ, એટલે કે તમારા વાળને કોઈ ફ્રેન્સી કટ કરાવી લો જેથી તમારો ચહેરો નાનો અને આકર્ષક દેખાશે. આ સાથે જ તમને બોય કટ કે પછી સોલ્ટર કટ સુધીના વાળ ખૂબ સારા લાગી શકે છે.

2 પરિધાનની યોગ્ય પસંદગી

ઘણી છોકરીઓને મિડી ડ્રેસ અથવા સ્કર્ટ પહેરવાનું પસંદ હોય છે પરંતુ તેમણે આવા ડ્રેસને કેરી કરતા પહેલા તેમની ઊંચાઈનું ધ્યાન રાખવું જોઈએ. ઓછી હાઈટ વાળઈ યુવતીઓએ મિડી ડ્રેસ અથવા સ્કર્ટ પહેરવા જોઈએ નહીં. તેમાં તેમની ઊંચાી વધુ ઓછી દેખાઈ છે.જેથી આ લીસ્ટમાં આવતી યુવતીઓ  મિડી પહેરવી હોય તો તમે શોર્ટ સ્કર્ટ અથવા ફુલ લોંગ લેન્થ સ્કર્ટ પહેરી શકો છો. એથવાતો લોંગ કુર્તી સાથએ પ્લાઝો કેરી કરી શકો છો આ સાથે જ લંબાઈ વાળઆ કોઈ પણ કપડા કેરી કરી શકો છો.

3 જીન્સની પસંદગી યોગ્ય કરવી

નાની ઉંચાઈની છોકરીઓએ તેમના કપડાંની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો તમે જીન્સ પહેરતા હોવ તો મોટા કદના જીન્સ પહેરવાનું ટાળો. આ પ્રકારના જીન્સ આરામદાયક હોઈ શકે છે પરંતુ તે તમારી ઊંચાઈ સંતાડી દે છે. આવી સ્થિતિમાં ટૂંકી હાઈટની યુવતીઓએ હાઈ વેસ્ટ જીન્સ પસંદગી કરવી જોઈએ.

4 યોગ્ય ચંપલ્લન પસંદગી

જો તમારી હાઈટ ઓછી છે તો ફ્લેટ ચપ્પલ કેરી કરવાનું ટાળવું જોઈએ અને જો તમને હિલ્સ પણ પસંદ નથી તો બેઠ્ઠી હિલ્સ કેરી કરી શકો છો,વધારે બેસ્ટ ઓપ્શન કે તમે હિલ્સ વાળી મોજડી પહેરો જેમાં તમને આકર્ષક હાઈટ અને દેખાવ મળશે.

5 આ પ્રકારની પ્રિન્ટ ક્લોથવેરની કરો પસંદગી

ઊભૂ લાઈન વાળું મટરિયલ્સ તમારી હાઈટમાં વધારો કરે છે,જેથી ડોય કે ફ્લાવર પ્રિન્ટના કપડા પહેરવાનું ટાળો અને લાઈનિંગ વાઆળ કપડા પહેરો જેથી હાઈટ તમારી આકર્ષક દેખાઈ શકે

ખાસ કરીને સુંદરતા કે આકર્ષક દેખાવ મેળવવા માટે છોકરીઓની ઊંચાઈ વધારે કે ઓછી તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ ફેશન ટ્રેન્ડને ફોલો કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે ડ્રેસ કે સ્ટાઈલ અપનાવે છે તેનાથી તેમની ઊંચાઈ ઓછી ન હોવી જોઈએ.