અત્યારના સમયમાં જો કોઈ વ્યક્તિના નાની ઉંમરમાં સફેદ દાઢી કે માથામાં સફેદવાળ દેખાવા લાગે તો તેમાં નવાઈ લાગતી નથી. પહેલા લોકોને 40-50 વર્ષ સુધી કાળા વાળ આવતા હતા પણ હવે તો લોકોને 30 વર્ષમાં જ માથામાં સફેદવાળ દેખાવા લાગ્યા છે તો આવામાં આ લોકોએ ચીંતા કરવાની જરૂર નથી પણ પોતાની થોડી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાની જરૂર છે.
સૌથી પહેલા તો એવી નોકરી કરવાથી બચો જે તમને પસંદ નથી, આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમે કેટલા પૈસા કમાવો છો, તમને શું સુવિધાઓ મળી રહી છે અને તમે ત્યાં કેટલા વર્ષોથી કામ કરી રહ્યાં છો. જો તમે પોતાની નોકરીથી નફરત કરો છો તો તમે બધુ પ્રાપ્ત કર્યુ હોવા છતા પણ દુ:ખી રહેશો. નોકરી અથવા કારકિર્દી બદલી ખોટી વાત નથી. મોટા પગાર માટે પોતાની જાતને દોષ આપવાની તુલનામાં તમે જે નોકરીને પ્રેમ કરો છો, તેની જ પસંદગી કરો. ભલે તમને પૈસા ઓછા મળે પરંતુ તે કામ કરવાથી તમે ખુશ રહેશો.
અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આપણે આપણા રોજિંદા જીવનનો મોટો સમય બેસતા નિકાળીએ છીએ. પરંતુ 30 વર્ષની ઉંમર પાર કરતી વખતે તમારુ મેટાબોલિઝમ ઓછુ થાય છે. જેના કારણે શેપમાં રહેવુ ખૂબ મુશ્કેલ છે. જો તમે 30ની ઉંમરથી નીચે પણ છો તો પણ અત્યારથી પોતાનો ખ્યાલ રાખવાનુ શરૂ કરી દો. ફીટ ન રહેવાના કારણો ઘણા છે, પરંતુ જ્યારે તમારું વજન વધુ હોય છે તો તમારે સીડી ચઢવામાં મુશ્કેલી થાય છે અને તેનુ કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે.