શું ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છો તમે, આ સરળ રીતે જાણો
આજની ઝડપી લાઈફસ્ટાઈલ વચ્ચે મોટાભાગના લોકો એકલા અને ખોવાયેલા મહેસૂસ કરે છે. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની જાય છે. જાણીએ તેના લક્ષણો. ડિપ્રેશનમાં વ્યક્તિ હંમેશા ઉદાસ રહે છે. તે હંમેશા હારી ગયેલો, પોતાની મૂંઝવણમાં ફસાયેલો અનુભવે છે. ડિપ્રેશનથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસની ભારે કમી હોય છે.
WHO ના રિપોર્ટ અનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં 70 લાખ લોકો આત્મહત્યા કરે છે. તેમાંથી દર 8માંથી એક વ્યક્તિ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરે છે. જણાવીએ કે ડિપ્રેશન એક માનસિક બીમારી છે અને તે વર્ષોથી લોકોને પરેશાન કરે છે. સૌથી મોટી ચિંતા એ છે કે ઘણા કિસ્સામાં વ્યક્તિને ખબર પણ હોતી નથી કે તે ડિપ્રેશનમાં છે.
તમે જાણી શકો છો કે ડિપ્રેશન કેટલું ખતરનાક છે જ્યારે વ્યક્તિ એક દિવસ પરેશાન થઈને આત્મહત્યા કરે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ પોતાનો જીવ કેમ લે છે?
ડિપ્રેશન એ એક પ્રકારની માનસિક બીમારી છે. દરેક ઉંમરના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડિપ્રેશનથી પીડિત લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડિપ્રેશન ધીમે ધીમે શરીરમાં વિકસે છે અને તેની શરૂઆત ભય, ચિંતા અને ગભરાટથી થાય છે.
દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં અમુક તબક્કે ઉદાસી અથવા નર્વસ અનુભવે છે. આ અઠવાડિયામાં એક કે બે વાર થઈ શકે છે, પણ જો આ ચિંતા, ભય અને ઉદાસી દરરોજ કેટલાંક કલાકો સુધી ચાલુ રહે તો તે ડિપ્રેશન છે. જેના કારણે બોડી લેંગ્વેજ અને કામકાજ સંપૂર્ણપણે પ્રભાવિત થાય છે. ડિપ્રેશન એ એક દિવસની સમસ્યા નથી પણ લાંબા ગાળાની સમસ્યા છે. જ્યારે મગજમાં હાજર ન્યુરોટ્રાન્સમીટર સરખી રીતે કામ કરતા નથી ત્યારે ડિપ્રેશનની સ્થિતિ સર્જાય છે.