- આઈબ્રોના વાળને કાળા કરવાની રીત જોઈલો
- આ રીતે આઈબ્રોના વાળ થશે બ્લેક
આજકાલ સફેદવાળ સૌ કોઈની સમસ્યા બની ગયા છે વાળને કાળા કરવા માટે આપણે અવનવા નુસ્ખાઓ અપનાવતા હોઈએ છીએ ખાસ કરીને આપણે ટાઈમપરવારી નુસ્ખાઓથી વાશળ કાળા કરીએ છીએ જે વધારે સમય સુધી ટકતા નથી ,આતો થી માથાના વાળ કાળા કરવાની વાત જો કે આજકાલ તો અનેક લોકોને ફરીયાદ હોય છએ આઈબ્રોના વાળની ,આઈબ્રોના વાળ પણ હવે સફેદ થતા જોવા મળે છે,બદલાતી જીવન શેલીની સાથે વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બનતી જોવા મળે છે. તો ચાલો જાણીએ આઈબ્રોના વાળને કાળા કરવાની રીત
આઈબ્રોના વાળ કાળા કરવા માટે કોફી બેસ્ટ ઓપ્શન છે આ માટે ગરમ પાણીમાં કોફી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે ઠંડુ થયા બાદ આ પેસ્ટને આઈબ્રો પર લગાવો અને અડધા કલાક પછી નવશેકા પાણીથી આઈબ્રોને ધોઈ લો.આવું મહીનામાં 5 થી 7 વખત કરવું જેનાથી નેરચ વાળ કાળા બનશે.
આ સાથે જ આમળા પણ આઈબ્રો માટે બેસ્ટ ઓપ્શન છે,આ માટે તમારે કાચા આમળાને જીણા ટૂકડા કરીને મિક્સરમાં કર્શ કરીલો ત્યાર બાદ આમળાની પેસ્ટ વાળ પર લગાવો આમ કરવાથી વાળ કાળા ઘટ્ટ બને છે.આ સહીત તમે આમળા પાઉડરમાં બદામનું તેલ મિક્સ કરીને આઈબ્રો પર લગાવો અને થોડા સમય પછી આઈબ્રોને ધોઈ લો. આ રેસિપીને રોજ અપનાવવાથી તમારી આઈબ્રો કાળા થવા લાગશે.
આઇબ્રોને બ્લેક કરવા કાજલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે ઘીનો દીવો પ્રગટાવો અને ઘીમાં થોડો કપૂર મિક્સ કરો. હવે દીવો અડધી વાટકીથી ઢાંકીને રાખો અને 5-6 કલાક પછી બાઉલમાં ઘરે બનાવેલી કાજલમાં નારિયેળનું તેલ મિક્સ કરો અને તેને રૂની મદદથી આઈબ્રો પર લગાવો. તેનાથી તમારી આઈબ્રો કાળી થઈ જશે.