Site icon Revoi.in

મલાઈકા અરોરાની કમાણીની તુલના પોતાના સાથે કરતા અર્જુન કપૂરને આવ્યો ગુસ્સો, જાણો ઈન્સ્ટા સ્ટોરી પર શું આપ્યો જવાબ

Social Share

મુંબઈઃબોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો કોઈથી છુપા નથી, અનેક વખત તેઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અવારનવાર તેમના રિલેશનને લઈને હેડલાઇન્સમાં રહે છે. બંનેના સંબંધમાં ચાહકોના મનમાં પ્રશ્ન રહે છે કે તેઓ ક્યારે લગ્ન કરશે.ત્યારે  હવે અર્જુન કપૂર કેટલાક મીડિયા રિપોર્ટ્સથી નારાજ થયો છે,

કારણ કે કેટલાક મીડિયા એહલાવોમાં કહેવામાં આવ્યું છે કે મલાઇકા અરોરા કમાણીના મામલે તેના કરતા ઘણી આગળ છે. અર્જુન કપૂર ને આ બાબતોથી ખૂબ ગુસ્સો આવ્યો છે. અર્જુન કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, થોડી વાર બાદમાં તેમણે પોસ્ટ હટાવી દીધી હતી.

અર્જુન કપૂરે પોસ્ટમાં લખ્યું છે કે: “વર્ષ 2021 માં આ પ્રકારની હેડલાઇન્સ વાંચવી દુઃખ દાયક અને શરમજનક છે. હા તે સારી કમાણી કરે છે અને  અંહી સુધી પહોંચવા માટે તેણે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. તેની સરખામણી કોઇ સાથે કરી શકાતી નથી.” અર્જુન કપૂરે આ રીતે સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી.જો કે આ પોસ્ટ કર્યા બાદ તેણે પોસ્ટને ડિલીટ પણ કરી દીધી હતી, પણ સોશિયલ મીડિયામાં ક્યા કઈ છુપુ રહે જ છે.

અર્જુન કપૂરની આ પોસ્ટ હટાવતા પહેલા તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે મલાઈકા અરોરાની કુલ કમાણી 100 કરોડ અને અર્જુનની 88 કરોડ છે.આ રીતે પોતાની કમાણીની સરખામણી મલાઈકા સાથે કરતા અર્જુનને ગુસ્સો આવ્યો હતો,