Site icon Revoi.in

અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને જ્હોન અબ્રાહમ સ્ટાટર ફિલ્મ ‘મુંબઈ સાગા’ આજે સિનેમાઘરોમાં થઈ રિલીઝ

Social Share

મુંબઈ – તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રૂહી’ એ બોકર્સ ઓફીસ પર ખૂબ કમાણી કરી ત્યાર બાદ અનેક પ્રોડ્યૂસર ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા માટે ઉત્સાહિત બન્યા છે ત્યારે આજ રોજ ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને જ્હોન અબ્રાહમ, ઇમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા, સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

આજે સિનેમાઘરોમાં આ બન્ને ફિલ્મ એકબીજાને ટક્કર આપી રહી છે, ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ફિલ્મમાં અર્જુન કપૂર પિંકી દાહિયાના રોલમાં જોવા મળે છે. પરિણીતી ચોપરા સંદીપ કૌરનો રોલ પ્લે કરતી જનકરે પડે છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મનું શૂટિંગ માત્રને માત્ર 2 મહિનામાં પૂરું કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ મુંબઈ સાગાના ડિરેક્ટર સંજય ગુપ્તાએ દાવો કર્યો છે કે તેમની ફિલ્મ કંઈક ખાસ છએ જે દર્શકોને ખબબ પસંદ આવશે, મુંબઈ સાગા સંજય ગુપ્તાની પહેલા ગેંગસ્ટર ફિલ્મ જેવી જોવા મળે છે.

મુંબઈ સાગા અને સંદિપ અને પિંકી ફરાર આ અઠવાડિયાની મોટી રિલીઝ ફિલ્મો છે, તો બીજી તરફ જ્હોન અને ઇમરાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. જેને લઇને આ ફિલ્મ બોક્સ ઓફિસ પણ સારી કમાણી કરે તેવી આશાઓ સેવાઈ રહી છે. ત્યારેૈ હવે જોવું રહ્યું કે આ બન્ને ફિલ્મોમાંથી દર્શકો કઈ ફિલ્મને વધારે પસંદ કરે છે.

એક બાજુ આ બન્ને ફિલ્મો આજે રિલીધ થઈ છે તો બીજી તરફ કોરોનાના કારણે મોટા શહેરોમાં જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો છે તો સિનેમાઘરો પર બંધ કરાયા છે આવી સ્થિતિમાં બન્ને ફિલ્મો પર આર્થિક અસર પડી શકે છે.

સાહિન-