Site icon Revoi.in

દેશમાં શસ્ત્રથી સજ્જ ડ્રોનનું થશે નિર્માણ – 100 કિમી દૂરથી બોમ્બ- મિસાઈલ દ્વારા વાર કરવાની ક્ષમતા

Social Share

 

દિલ્હીઃ-  ભારત હથિયારો ક્ષેત્રમાં ખૂબ આગળ વધતું જોવા મળી રહ્યું છે આત્મ નિર્ભર ભઆરત હેઠળ સેનાને જરુરી સાઘન સામગ્રી દેશમાં જ બનાવવામાં આવે તેવી કવાયતના ભાગરુપે ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છેત્યારે હવે આર્મ્ડ એટલે કે સશસ્ત્રથી સજ્જ ડ્રોનનું નિર્માણ પણ ભારતમાં થશે. આ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તેને દેશની ત્રણેય સેવાઓ માટે બનાવશે. જો કે, હાલ તો તાત્કાલિક જરૂરિયાતો માટે, ભારત યુએસ પાસેથી 30 સશસ્ત્ર ડ્રોન ખરીદવા જઈ રહ્યું છે.

મળતી માહતી મુજબ આવનારા દસ વર્ષમાં દેશમાં સશસ્ત્ર ડ્રોન તૈયાર થઈ જશે. ડીઆરડીઓની ઘણી પ્રયોગશાળાઓએ આ બાબતે કામ શરૂ કરી દીધું છે. આ હેઠળ, ડીઆરડીઓ તેના હાલના માનવરહિત વિમાન, ખાસ કરીને રુસ્તમ જી-2ને સશસ્ત્ર ડ્રોનમાં રૂપાંતરિત કરશે. આ ઉપરાંત નવા ડ્રોન પ્લેટફોર્મ પણ વિકસાવવામાં આવશે.

સંરક્ષણ નિષ્ણાત અને પૂર્વ DRDO વૈજ્ઞાનિક ડૉ.રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીઆરડીઓ દ્વારા વિકસિત રુસ્તમ જી હજુ પણ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે. એટલું જ નહીં, ડ્રોનમાં ઉપયોગમાં લેવાતી તમામ ટેક્નોલોજી ભારત પાસે છે. રુસ્તમમાં પણ આવી ઘણી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી, તે સમય દૂર નથી જ્યારે દેશમાં સશસ્ત્ર ડ્રોનનું ઉત્પાદન શરૂ થશે.

સશસ્ત્ર ડ્રોન બોમ્બ અને મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ હશે. સશસ્ત્ર ડ્રોન 100 કિમી કે તેથી  પણ વધુ અંતર સુધી  વાર કરવાની ક્શમતા ઘરાવશેે. સૂત્રોએ જણાવ્યું કે તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુએસ પાસેથી 30 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન ખરીદવામાં આવશે, જેમાંથી 10 સશસ્ત્ર દળોને આપવામાં આવશે. તેમની કિંમત ત્રણ અબજ ડોલરની નજીક હોવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે યુદ્ધમાં ડ્રોનની સાથે સશસ્ત્ર ડ્રોનનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. પહેલા ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ અને જાસૂસી માટે થતો હતો પરંતુ હવે તેનો ઉપયોગ હુમલા માટે પણ થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા સમયમાં તમામ યુદ્ધો નાના એરક્રાફ્ટ અને આવા અનપાયલોટ હથિયારોથી સજ્જ ડ્રોન દ્વારા લડવામાં આવશે.