Site icon Revoi.in

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ – ‘પીએમ મોદીએ કહ્યું, દેશના જવાનોની વિરતા ભરેલી સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ’

Social Share

દિલ્હીઃ- દેશના સન્માન માટે તેની રક્ષા કરવા સરહદો પર બહાદુરીથી લડત લડનારા સૈનિકોના સન્માન માટે દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેનાના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ દિવસે આ ખાસ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળના જવાનોની બહાદુરીને સલામી આપી હતી,

પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોની બહાદુરીને વંદન કરતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ઝંડા દિવસ આપણા સશસ્ત્ર દળો અને તેમના પરિવારોનો આભાર માનવાનો આ દિવસ છે. ભારતને તેમની વિરતા, સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ છે. આપણી સેનાઓના કલ્યાણમાં યોગદાન આપો. આ કાર્ય આપણા ઘણા બહાદુર કર્મીઓ અને તેમના પરિવારોને મદદ કરશે”

સંરક્ષણ મંત્રી રાજનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિન પર, હું ભારતીય સશસ્ત્ર દળોની વિરતા અને સેવાને સલામ કરું છું. આ દિવસ આપણા ભૂતપૂર્વ સૈનિકો, યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો અને દેશની રક્ષા કરતી વખતે પોતાના જીવ ગુમાવ્યા છે તે લોકોના પરિવારનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની અમારી મહાન કર્તવ્યની યાદ અપાવે છે”.

દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ   1949 થી ભારત સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૈનિકો માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ દિવસે ભારતીય સૈન્ય તેના બહાદુર સૈનિકોના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી પૈસા એકત્ર કરે છે. આ દિવસને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ કહેવામાં આવે છે.

સાહિન-