Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી – બોર્ડર પાર ઘુસણખોરી કરતા એક ઘુસણખોરને ઠાર કર્યો

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે અહી સેના પણ આતંકી પ્રવૃત્તિઓને નુષ્ફળ બનાવવા સતત પ્રયત્ના હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીની વઘતી ઘટનાઓ વચ્ચે સેનાએ જમ્મુના પૂંછમાંથી બે ઘુસણખોરી કરવા જઈ રહેલા ઘુસણખોરોમાંથી  એક ઘુસણખોરને ઠાર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુના પુંછમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. માહિતી અનુસાર દેગવાર વિસ્તારમાં એલઓસી પર એક આતંકવાદી માર્યો ગયો છે. સેના હવે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ  ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ મોડી રાત્રે 2 વાગ્યે થયો હતો. બે આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.સેનાને તેની જાણ થતા જ કાર્યવાહી કરાઈ હતી જેમાંથી એકને ઠાર કરાયો હતો  જ્યારે હાલ પણ બીજાની શોધખોર માટે સર્ચ ઓપરેશન  ચાલી રહ્યું છે. જાણકારી પ્રમાણે દેગવાર સેક્ટરમાં સતર્ક સૈનિકોએ કેટલાક આતંકવાદીઓને અંધકારનો લાભ લઈને સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવા જતા હતા જો કે સેનાે સતર્ક બનતા તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

 ઘુસમખોરી કરવા જઈ રહેલા વિશે માહિતી મળતા જ સેના દ્રારા  એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે એક આતંકવાદી માર્યો ગયો છે પરંતુ સ્થળ પરથી હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. વિતેલી રાત્રે 2 વાગ્યે દેગવાર તેરવામાં એલઓસી પાર બે માણસો જોવા મળ્યા હતા તેની હલચલ વિશે જાણ થતા જ સેના એકશન મોડમાં આવી હતી.