Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – લશ્કર અને જૈશના 5 આતંકીઓ ઢેર

Social Share

 

શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે તો સેના પણ તેમને મૂહતોડ જવાબ આપે છે.ત્યારે વિતેલા 12 કલાકથી  સેના અને આતંકીઓ વચ્ચે જૂદા જૂદા સ્થળોએ સંઘર્ષ ચાલી રહ્યો હતો,જેમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં ચાલેલી આ અથડામણમાં લશ્કર અને જૈશના પાંચ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મરાયા છે. એન્કાઉન્ટર બે જગ્યાએ ચાલી રહ્યું હતું અને 12 કલાકમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

આ મામલે કાશ્મીરના આઈજીપીએ  મીડિયાને જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર અને આતંકવાદી ઝાહિદ વાની અને પાકિસ્તાનના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે ખીણના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી હતી. પોલીસને જિલ્લાના નિયારા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન આતંકવાદી ફારિંગ શરુ કર્યું હતું ત્યારે સેનાએ વળતો જવાબ આપ્યો હતો

સેના તરફથી વળતા જવાબની કાર્વાહી શરુ થતા જ ઘર્ષણ શરુ સુરક્ષા દળો સાથેની અથડામણમાં, પુલવામામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે બડગામ જિલ્લામાં એક આતંકવાદી માર્યો ગયો. બંને સ્થળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.