- કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યાનો મામલો
- હત્યા કરનાર આરોપીની થી ધરપકડ
- લશ્કરે તૈયાબા સાથે કરતો હતો કામ
દિલ્હીઃ- જમ્મુ-કાશ્મીરમાં દક્ષિણ ભાગમાં વિતેલા દિવેસ ઓફડ્યૂટી સીઆરપીએફ જવાનની હત્યાની ઘટના બની હતી ત્યારથી આતંકીની શઓધખોળ થઈ રહી હતી , જો કે હવે સમાચાર મળી રહ્યા છે આ હત્યારાની ધરકપડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે શોપિયાના ચેક ચોટીપુરા વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફ જવાન મુખ્તાર અહેમદની તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. IGPએ ટ્વીટ કરીને કહ્યું કે, અમે CRPF જવાનના હત્યારાની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કરાયું છે
ત્યારે હવે આ ઘટનાને મામલે પોલીસે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હત્યા કરવા માટે વપરાયેલી પિસ્તોલ શંકાસ્પદ પાસેથી મળી આવી છે અને કેસ પણ નોંધવામાં આવ્યો છે.જાણકારી મળી રહી છે કે આ ગુના દરમિયાન આતંકવાદીનો સાથ આપનાર ઓવરગ્રાઉન્ડ વર્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદી લશ્કર-એ-તૈયબા સંગઠનના કમાન્ડર આબિદ રમઝાન શેખના ઈશારે કામ કરતો હતો.