Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલી અથડામણ બાદ લશ્કરના બે આતંકીઓની ઘરપકડઃ પિસ્તોલ-ચીની ગ્રેનેડ સહીત 2.90 લાખ ઝપ્ત

Social Share

 

શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષમ થયું હતું ત્યાર બાદ એ અથડામણમાં સુરક્ષા દળોએ રદક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર કર્યું હતું તે બાદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે ચાઈનીઝ ગ્રેનેડ, આઠ ગોળીઓ અને રૂ. 2.90 લાખ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ ઝડપાયા છે. એક દિવસ પહેલા શનિવારે ફેબ્રુઆરી 2021થી સક્રિય લશ્કરનો આતંકવાદી અબ્દુલ હમીદ નાથ બડગામમાંથી ઝડપાયો હતો.આમ સેનાના જવાનોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, રામબી અરા પાસેના ડુમવાની ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એવી માહિતી મળી હતી કે સક્રિય આતંકવાદી શાહિદ અહમદ ગૈની, જે ડૂમવાનીનો રહેવાસી છે, તેના પાર્ટનર સાથે આ વિસ્તારમાં સંતાયેલો છે.

મળેલી બાતમીના આઘારે  જ્યારે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળ પર પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ સૈનિકોએ જવાબી કાર્યવાહી કરીને બંનેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બીજા આતંકવાદીની ઓળખ પિંજુરાના રહેવાસી કિફાયાત અયુબ તરીકે થઈ છે.