કાશ્મીરઃ જંગલો-પીર પંજાલની ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને ઠાર મારવા સેનાએ બદલી રણનીતિ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ભારતીય સુરક્ષા જળો અને આતંકવાદી વચ્ચે થડેલી અથળામણમાં ચારેક જવાનો શહીદ થયાં હતા. જ્યારે પાંચેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જો કે, સુરક્ષાદળોએ જંગલો અને પીર પંજાલની ગુફામાં છુપાઈને બેઠેલા આતંકીઓના ખાતમા માટે સુરક્ષા દળોએ વિશેષ રણનીતિ તૈયાર કરી છે. તેમજ આ ઓપરેશનને અંજામ આપવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના જંગલો, પીર પંજાલની ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને હવે બહાર કાઢવા માટે સુરક્ષા દળોની નવી ટીમે એક વિશેષ ઓપરેશનને અંજામ આપશે. વિશેષ ટીમના નિશાના ઉપર પાકિસ્તાનથી આવેલા લગભગ 71 જેટલા આતંકવાદીનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે 38 જેટલા પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે.
અનંતનાગના કોકરાનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાના કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ચારેક જવાનો શહીદ થયાં હતા. જે બાદ આતંકવાદીઓ સામેની રણનીતિ સુરક્ષા દળોએ બદલી છે. જમ્મુ-કાશ્મીરમાં સેના, પોલીસ અને સીઆરપીએફના દળોમાં હવે કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એકશન (કોબરા)માં લગભગ 100 જવાનો સામેલ કરવામાં આવશે.
આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન હાથ ધરીને ચાલુ વર્ષે 47 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યાં હતા. જેમાં 38 વિદેશી અને 9 લોકલ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આવી જ રીતે 2021માં 180, 20202માં 221, 2019માં 157 અને 2018માં 257 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. આતંકવાદને લઈને ભારતની મોદી સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.