Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઃ- પાયલોટની શોધખોળ શરુ

Social Share

ઈટાવાઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સેનાના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘધટના બની છે,જાણકારી અનુસાર હાલ આ ઘટનામાં હેલિકોપ્ટર ચલાવનાર પાયલોટ ગુમ છે ,જેથી ચર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે અને પાયલોટની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ  ગુરુવારે અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર  પાસે  આ ઘટના બની હતી. આ ઘટના બાદ પાયલોટ ઘટનાસ્થળેથી ગાયબ થયો છે. તેને શોધવા માટે સેનાએ રાહત-બચાવ અભિયાન શરૂ કર્યું છે.
સુત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે થલસેવનાના આ હેલિકોપ્ટરમાં પાયલોટ અને સહ પાયલોટ જ  સવાર હતા જો કે હાલ બન્નેની શોધખોળ કરવામાં આવી રહી છે.ઘટના અંગે જો વાત કરવામાં આવે તો ઓપરેશનલ સોર્ટી ઉડતા આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટર આજે સવારે લગભગ 9 વાગ્યે  આસપાસ અરુણાચલના બોમડિલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.