Site icon Revoi.in

ભારત સામે ચીન-પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારોને લઈને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ભારત સમક્ષ ચીન અને પાકિસ્તાન તરફથી સુરક્ષા પડકારો ઉપર વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, આપણને આનાથી ભવિષ્યમાં સંઘર્ષોના કેટલાક અંશ દેખાઈ રહ્યાં છે અને આપણા વિરોધીઓ તેમની રણનૈતિક લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયાસો ચાલુ જ રાખશે. ઉત્તરીય સરહદ પર નવીનતમ વિકાસ આધુનિક તકનીકી ઉપકરણોથી સજ્જ સક્ષમ દળોની જરૂરિયાત પર ભાર મૂકે છે. અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓએ નિર્ણાયક પરિણામો માટે ફરીથી પડદા પાછળ અને રાજ્યેત્તર તત્વોના ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેથી અમે અમારા દળોના પુનર્ગઠન, પુનઃસંતુલન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

ઓનલાઈન સેમિનારને સંબોધતા જનરલ નરવણેએ જણાવ્યું હતું કે ભારત વિવિધ, મુશ્કેલ અને બહુસ્તરીય સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે અને ઉત્તરીય સરહદ પરના વિકાસએ સંપૂર્ણ રીતે તૈયાર અને સક્ષમ દળોની જરૂરિયાતને રેખાંકિત કરી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના, સેના પ્રમુખે કહ્યું હતું કે સરહદ વિવાદો સાથે પરમાણુ-સક્ષમ પડોશીઓ, તેમજ રાજ્ય-પ્રાયોજિત પ્રોક્સી યુદ્ધે સુરક્ષા અને સંસાધનોને પડકારો વધાર્યાં છે. “અમે હજુ પણ ભાવિ સંઘર્ષોની ઝલક જોઈ રહ્યા છીએ. અમે માહિતી, નેટવર્ક અને સાયબર સ્પેસના ક્ષેત્રમાં પણ આના પુરાવા જોઈ રહ્યા છીએ. વિવાદિત સરહદો પર પણ આ બધું દેખાય છે. જો તમે આસપાસ જુઓ, તો તમને આજની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.