સેના કમાન્ડરની સાતમી બેઠક – ભારત અને ચીન બન્ને દેશો એ સેનાઓની વાપસીના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી
- બન્ને દેશોની સેનાપાછળ ખસાડવા બાબતે વિચાર નિમર્શ
- વિદેશ મંત્રીએ આપ્યો આ બાબતે સંકેત
પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ભારતીય અને ચીન સેનાના કમાન્ડરની થયેલી સાત બેઠકો બાદ હવે બન્ને દેશની સેનાઓને પાછળ ખસેડવા બાબતના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે, જેના પર કેન્દ્ર સરકરાના ઉચ્ચ અધિકારી વિચાર કરી રહ્યા છે,
ગુરુવારના રોજ ઓનલીન કોનક્લેવ સંબોધિત કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ બાબતનો સંકેત આપ્યો હતો, સરહદ પરની સ્થિતિ બાબતે પૂછવામાં આવેલ સવાલ પર કહ્યું કે, હાલ તો બન્ને દેશઓ વચ્ચે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે, જે પણ કંઈ થઈ રહ્યું છે બન્ને દેશો વચ્ચે ખાનગી છે.
વિદેશમંત્રીએ વધુમાં કહ્યું કે, હાલ આ બાબતે અંગે સાર્વજનિક રીતે કઈ કહી નહી શકુ, હું ચોક્કસ બાબતે આ વાત પર પૂર્વાનુમાન બાંધી શકુ નહી, છઠ્ઠા સ્તરની યોજાયેલી બેઠકમાં સરકાર તરફથી વિદેશ મંત્રાલયની અધિકારી નવીન શ્રીવાસ્તવ સરહદ પર વાતાઘાટો માટે રવાના કરવામાં આવ્યા છે, હવે સાતમાં સ્તરની બેઠકમાં ચીની વિદેશ મંત્રીએ પણ તેમના પ્રિનિધિને મોકલ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે યોજાયેલી બેઠકમાં વિદેશમંત્રાલય તરફથી જણાવાયું હતું કે બન્ને દેશો વચ્ચેની બેઠકમાં સકારાત્મક વાતો થઈ છે, આથી વધુ કહેવામાં આવ્યું હતું કરે આ બીજી વખત છે કે બન્ને દેશઓ તરફથી સંયૂક્ત બયાન જારી કરવામાં આવશે.
સાહીન-