- ભારતીય સેના આજે 73માં સ્થાપના દિવસની કરી રહી છે ઉજવણી
- દિલ્હીમાં કેંટ સ્થિત કરિયપ્પા ગ્રાઉન્ડમાં સેના દિવસ પરેડનું આયોજન
- આર્મી ચીફ જનરલ એમએમ નરવણે સૈનિકોને કરશે સંબોધન
15મી જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે ભારતીય થલ સેના આર્મી ડે તરીકે ઉજવે છે. ભારતીય સેના આજે પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાજધાની દિલ્હીમાં કેંટ સ્થિત કરિયપ્પા ગ્રાઉન્ડમાં સેના દિવસ પરેડનું આયોજન કરવામાં આવશે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પરેડની સલામી લેશે અને સૈનિકોને સંબોધન કરશે.
15 જાન્યુઆરીએ આર્મી દિવસની ઉજવણી પાછળ બે મોટા કારણો છે. પ્રથમ તે છે કે, 15 જાન્યુઆરી 1949ના દિવસથી ભારતીય સેના બ્રિટીશ આર્મીથી સંપૂર્ણ મુક્ત થઈ ગયું. અને બીજું આ દિવસે જનરલ કે.એમ. કરિયપ્પાને ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા હતા. આ રીતે લેફ્ટનન્ટ કરિયપ્પા લોકશાહી ભારતના પ્રથમ સેના પ્રમુખ બન્યા. કે.એમ કરિયપ્પા ‘કીપ્પર’ નામથી ખૂબ મશહુર હતા.
આ ખાસ પ્રસંગે સમગ્ર દેશ સેનાના વીર સૈનિકો, શહીદ સૈનિકોની શહાદતની અદમ્ય હિંમતને યાદ કરે છે. દેશભરમાં સેનાની જુદી-જુદી રેજિમેંટમાં પરેડની સાથે ઝાંખી પણ કાઢવામાં આવે છે. આ વિશેષ પ્રસંગે ફીલ્ડ માર્શલ કે.એમ કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ પર આર્મી દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
આ દિવસે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે જ શહીદોની વિધવાઓને અથવા કુટુંબના સભ્યોને સેના મેડલ અને અન્ય એવોર્ડથી નવાજવામાં આવે છે. કોલકતામાં ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતીય સેનાની રચના 1776માં કરવામાં આવી હતી. આજે ભારતીય સેનામાં 53 કેન્ટોન્મેન્ટ અને 9 આર્મી બેસ છે.
-દેવાંશી