- સેનાની તાકાત થઈ બમણી
- બેડામાં સામેલ થયું 11 મું પી-8 આઈ પેટ્રોલ વિમાન
દિલ્હીઃ- ભારતને અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ તરફથી 11 મું એન્ટી સબમરીન પી 8 આઈ પેટ્રોલ એરક્રાફ્ટ મળ્યું છે. અધિકારીઓએઆ મામલે જણાવ્યું હતું કે આ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળના બેડાનો એક અભિન્ન ભાગ છે અને 2013 માં તેને સેનાના બેડામાં સામેલ કર્યા બાદ તેણે 30 હજારઉડાનના કલકા પૂર્ણ કર્યા છે.
આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે 2009 માં આઠ P-8I વિમાનો માટે કરાર કર્યો હતો. 2016 માં, ચાર વધારાના વિમાનોની ખરીદી માટે પણ કરાર થયો હતો.
બોઇંગ ભારતીય નૌકાદળના P-8 આઈ કાફલાના પાઇલટ્સને તાલીમ, સ્પેયર પાર્ટ ક્ષેત્ર સેવા વગેરેમાં મદદ કરે છે. P-8 આઈમાં અતુલનીય દરિયાઇ ક્ષમતા પરીક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતા ઉપરાંત, તેઓ આપત્તિ અને માનવતાવાદી મિશનમાં પણ સારી રીતે ઉપયોગમાં લેવાયા છે. નૌકાદળને આ વર્ષે જુલાઈમાં 10 મું વિમાન મળ્યું હતું.ત્યારે હવે 11 મું એરક્રાફ્ટ બેડામાં સામેલ થતા તેની તાકાતમાં બેગણો વધારો થશે