- ડીઓરડીઓ એ લકાડૂ ડ્રોનનું સફળ પરિક્ષણ કર્યું
- સેનાની તાકાતમાં થયો વધારો
દિલ્હીઃ-ભારતની સરકાર દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવવા અવનવા પગલાઓ લઈને અનેક સફળ પ્રયત્નો હાથ ધરી રહી છએ ત્યારે હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હાઇ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ફાઇટર ડ્રોનનું ફ્લાઇટ ટેસ્ટ વિતેલા દિવસને શુક્રવારે હાથ ધરવામાં આવ્યિં હતું જે સફળ રહેતા સેનાની તાકાત બમણી થઈ છે. જેનાથી ભારતીય સંરક્ષણ પ્રણાલી મજબૂત થવાની ધારણા છે. પરીક્ષણ દરમિયાન, લક્ષ્યને જમીન-આધારિત નિયંત્રકથી સબસોનિક ઝડપે પૂર્વ-નિર્ધારિત ફ્લાઇટ પાથમાં ઉડાડવામાં આવ્યું હતું. વિવિધ મિસાઈલ સિસ્ટમોની દેખરેખ માટે વાહનનો ઉપયોગ એર ટાર્ગેટ તરીકે થઈ શકે છે.
આ ડ્રોન એન્ડો-વાતાવરણીય, સપાટીથી હવા અને હવા-થી-સપાટી પર પ્રહાર કરવાની ક્ષતા ધરાવે છે. પરીક્ષણ દરમિયાન, વૈજ્ઞાનિકોએ સાધનોની મદદથી તેના માર્ગ, ગતિ વગેરે પર નજર રાખી હતી.આ ડ્રોન તે નાના ગેસ ટર્બાઇન એન્જિન દ્વારા સંચાલિત છે. જે સ્વાયત્ત ઉડાન માટે રચાયેલ છે અને તેના લક્ષ્યને સરળતાથી પાર કરવામાં સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે આ ડ્રોન અભ્યાસની કવાયતનું નિર્માણ 2012 થી ચાલી રહ્યું હતું. ડીઆરડીઓ દ્વારા આ પરીક્ષણ માટે હથિયાર પ્રણાલીને પરિક્ષણ માટે રિયાલિટિક જોખમનું ઉદ્દેશ્ય આપે છે,, જેની મદદથી વિવિધ મિસાઇલો અથવા હવાથી હવામાં માર કરનાર હથિયારોનું પરીક્ષણ કરી શકાય છે.