જમ્મુ કાશ્મીરમાં સેનાએ ઘુસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ – બે ઘુસણખોરો ઠાર, મોટી માત્રામાં હથિયારો ઝપ્ત
શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘુસણખોરીના પ્રયાસોમાં લાગેલા હોય છે, પાકિસ્તાન તરફથી અનેક વખત ઘુસણખોરો સરહદની પાર ઘુસવાના પ્રયાસ કરે છે જો કે સેનાના જવાનો બોર્ડર પર ખડે પગે રહીને આતંકીઓ પર ખાસ નજર રાખતા હોય છે અને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવતા હોય છે ત્યારે બાલાકોટમાં સેનાના જવાનોએ વઘુ એક ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
મળતી વિગત અનુસાર જમ્મુ કાશ્મીરના બાલકોટમાં સેનાને મોટી સફળતા હાંસલ થઈ છે, સુરક્ષા દળોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ સુરક્ષા દળોએ બે ઘુસણખોરોને ઠાર માર્યા છે. આ સહીત માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે જે સેના દ્રારા પોતાના કબ્જામાં લેવામાં આવ્યા છે.
ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સથી જાણવા મળ્યું છે કે નિયંત્રણ રેખા પારથી કેટલાક ઘૂસણખોરો બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ પર મૂકવામાં આવી હતી. એલર્ટ સૈનિકોએ બાલાકોટ સેક્ટરના હમીરપુર વિસ્તારમાં ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ, ગાઢ પર્ણસમૂહ અને ઉબડખાબડ વિસ્તારનો લાભ લઈને બે ઘૂસણખોરોને LoC પાર કરવાનો પ્રયાસ કરતા જોયા હતા.
ત્યાર બાદ ઘૂસણખોરો સરહદની નજીક પહોંચતા જ જવાનોએ તેમને પડકાર ફેંક્યો. જ્યારે તે ન રોકાયો તો તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું. જેના કારણે બંનેને ભાગવાની ફરજ પડી હતી. જોકે, ફાયરિંગમાં એક LoC પાસે પડ્યો હતો. થોડે દૂર અન્ય એક પડી ગયો. મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ એક એકે 47, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. પહેલા બંને ઘૂસણખોરો ઘાયલ થયા હતા, પરંતુ LoC પાર કરીને પાછા ફરવામાં સફળ રહ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.