જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાને મળી મોટી સફળતા – ઘુસણખોરી કરતા 3 પાકિસ્તાની આતંકી ઠાર
- સેનાએ ફરી આતંકીના પ્રયાસને નિષ્ફળ કર્યો
- ઉરીમાં 3 ઘુસણખોરો ઠાર મરાયા
શ્રીનગરઃ- દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ શઆંતિનો સતત ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે, ત્યારે સેનાના જવાનો સતત સરહદ પર ખડેપગે રહીને દેશની સુરક્ષા કરીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે આજ શ્રેણીમાં સતત ચોથી વખત સેનાના જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાંમાં આજરોજ ગુરુવારની બપોરે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસ કરવનારા 3 પાકિસ્તાનીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના કમલકોટ વિસ્તારમાં મડિયાન નાનક ચોકી પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકીઓને સેનાએ માત આપી છે. સેનાએ આ ત્રણેય ઘૂસણખોરોને ઠાર માર્યા છે. આ પહેલા સેનાએ અખનૂર સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસોમાં સેનાના જવાનોએ આતંકીઓના ચોથા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ગત રાત્રે નૌશેરા સેક્ટરમાં પણ આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.ત્યાર બાદ આજે વહેલી સવારે ડ્રગ્સ દાણચોરી કરતા ઘુસણખોરને પણ સેનાના જવાને ગોળી મારી હતી જો કે તે ભાગવામાં સફળ રહ્યો હતો,પરંતુ સેનાએ સરહદમાં પ્રવેશવા દીધો ન હતો.