શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આવી સ્થિતિમાં સેનાના જવાનો સતત ખડેગપે રહીને આતંકીઓ પર નજર રાખી રહ્યા હોય છે અને તેઓના નાપાક ઈરાદાઓને નાકમ બનાવી રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાને આજરોજ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના બારામુલામાંથી લશ્કરના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
વઘુ વિગત પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબા ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને તેમના પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર સરહદ પારથી શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરીમાં સામેલ આઠ લોકોની ધરપકડ કરી.
પોલીસ અધિક્ષક અમોદ નાગપુરેએ બારામુલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે બારામુલ્લાના ઉરીમાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના આઠ સુત્રધારોની ધરપકડ કરવામાં આવી છે.
વઘુ વિગત પ્રમાણે આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓઅધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. 8 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીર જિલ્લાના ઉરી વિસ્તારમાં ચુરુંડામાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોએ એક શંકાસ્પદ વ્યક્તિને વિસ્તારમાં ફરતો જોયો હતો.તેણે પેટ્રોલિંગ પાર્ટીને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો હતો. તેમની શોધ દરમિયાન, બે ગ્રેનેડ મળી આવ્યા હતા અને તેમને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેની પૂછપરછ દરમિયાન, અવને તેના સાથીદારોના નામ જાહેર કર્યા હતા અને આમ 8 લોકોની ઘરપકડ કરવામાં આવી હતી.