Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – બાંદિપોરામાંથી લશ્કરના એક આતંકી સહયોગીની ધરપકડ કરાઈ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આતંકીઓ દ્રારા અહી અનેક ગુનાઓને અંજામ આપવામાં આવે છે જો કે સેના અને પોલીસના અથાગ પ્રયત્નોથી આતંકવાદને પ્રોત્સાહન મળતું અટકે છે સતત ઓપરેશન દરમિયાને સેના કેટલાક આંતકીઓને ઝડપી લે છે તો કેટલાકને ભગાડવામાં સફળતા મેળવે છએ ત્યારે હવે જમ્મુ કાશ્મીરના બાંદિપોરામાંથી લશ્કરનો એક આતંકીનો મદદગાર ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આજે મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર પોલીસે માહિતી આપી હતી. જણાવામાં આવ્યું હતું કે  બાંદીપોરા પોલીસે રાષ્ટ્રીય રાઈફલ્સ  અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સંયુક્ત ઓપરેશન હાથ ઘર્યું હતું આ સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી,

આ ધરપકડને લઈને વધુમાં આપેલી જાણકારી પ્રમાણે  બાંદીપોરા પોલીસે 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 45 અબજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સાથે સંયુક્ત રીતે બહરાબાદ હાજિનમાં એલઈટીના એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી

એટલું જ નહી આ ઝડપી પાડેલા આરોપી પાસેથી હથિયારો પણ ણળી આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી બે ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ અને UA(P) એક્ટ હેઠળ કેસ પણ દાખલ કરી દીધો છે હવે પોલીસ અને સેના ણળીને આગળની તપાસ કરી રહી છે,આ વ્યક્તિ કોની મદદ કરતો હતો અને અત્યાર સુધી કયા કયા ગુનાહિત ક્રોયમાં સંકળાયેલો હતો તેની પોલીસ ભાળ મેળવી રહી છે.