શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સેના દ્રારા સતત આતંકીઓ પર નજર રાખવામાં આવી રહી છે અહી આતંકવાદીઓ દ્રારા પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છએ જો કે સેના સતત ખડે પગે રહીને તેમના પર બાજ નજર રાખીને તેમના આ નાપાક ઈરાદાઓને નાકામ બનાવે છે ત્યારે આજરોજ જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે સેના સાથે મળીને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સશ્કરએ તૈયબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે આ સાથે જ આ આતંકીઓ પાસેથી સેનાએ 5 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે.પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓને એવા લોકોને નિશાન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું જેઓ સરકારી યોજનાઓના પ્રચારમાં સામેલ થયેલા છે. બંને આતંકવાદીઓએ તેમના ટાર્ગેટના ફોટો પણ તેમના હેન્ડલર્સને મોકલ્યા હોવાનો ખુલાસો થયો હતો.
માહિતી પ્રમાણે આ ત્રણેય આતંકવાદીઓ પર બે અલગ-અલગ આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આપેલી માહિતી અનુસાર પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ ઘરપકડને લઈનેપોલીસે જણાવ્યું છે કે પોલીસે સેનાની 28 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે મળીને કુપવાડામાં લસ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્રાર હાથ ઘરા.ેલ તપાસમાં સામે આવ્યું છે કે ઘરપકડ કરાયેલા આતંકવાદીઓ લસ્કર-એ-તૈયબાના કમાન્ડર ગુલામ રસૂલ ઉર્ફે રાફિયા રસૂલના નિર્દેશ પર કાર્યવાહી કરી રહ્યા હતા તેઓને શતમુક્કમ તરફ જતી વખતે પોલીસે તેને પકડી લીધા હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નામ ઝુબેર અહમદ શાહ પીરઝાદા અને પીરઝાદા મુબશીર યુસુફ હોવાનો ખુલાસો થયા છે.