Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતાઃ લશ્કરનો નોર્કોટિક્સ ટેરરિઝમ મોડ્યુલનો મુખ્ય ઓપરેટર ઝડપાયો

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સેના સતત આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે તેવી સ્થિતિમાં વિતેલા દિવસને સોમવારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થી છે જે પ્રમાણે એનઆઈએ એ રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા સંચાલિત નાર્કોટિક્સ-ટેરરિઝમ મોડ્યુલના મુખ્ય ઓપરેટર ઝડપી પાડ્યો છે.જે પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરી રહ્યો હતો.

આ બનાવને મામલે  મળતી માહિતી પ્રમાણે અમરોહી ગામના રહેવાસી 45 વર્ષીય અબ્દુલ રઉફ બદન 2020માં નોંધાયેલા કેસમાં ધરપકડ કરાયેલા 12મો આરોપી છે.એજન્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર બદનને અમરોહીમાં નિયંત્રણ રેખા પરથી શાકભાજીથી ભરેલા વાહનોમાં માદક દ્રવ્યો, રોકડ, હથિયારો અને દારૂગોળો સંતાડીને સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મોડ્યુલનો ચીફ ઓપરેટર છે

એનઆઈએ ના એધિકારીએ આપેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલ અબ્દુલ રઉફ બદન તંગધાર અને નિયંત્રણ રેખાની સાથે અન્ય સ્થળોએ પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી માદક દ્રવ્યોના કન્સાઈનમેન્ટ એકત્ર કરતો હતો અને તેને કેસના અન્ય આરોપીઓને આપતો હતો. આ કેસ શરૂઆતમાં 11 જૂન, 2020 ના રોજ કુપવાડાના હંદવાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને તે વર્ષે 23 જૂને એનઆઈ દ્વારા ફરીથી નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સેનાએ ઘુસમખોરી કરતા કેટલાક પાકિસ્તાનીને ઠાર કર્યા છે અને ગુસણખોરીના પ્રયત્નને નિષશ્ફલ પબનાવ્યા છે,આ સાથે જ સેના સતત નજર રાખી રહી છે,સરહદ પર થતી હિલચાલ પર સેનાની કડી નજર છે.